ઈપીએફઓએ વહીવટી ચાર્જ ૦.૬૫ ટકાથી ઘટાડી ૦.૫૦ ટકા કર્યો

0
7

આ નિર્ણયથી કંપનીઓના વાર્ષિક અંદાજે ૯૦૦ કરોડ રૃપિયા બચી જશે
ન્યુ દિલ્હી,તા.૨૮
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ વહીવટી ચાર્જ ૦.૬૫ ટકાથી ઘટાડીને ૦.૫૦ ટકા કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ પાંચ લાખથી વધુ કર્મચારીઓના ખાતામાં પીએફની રકમ નાખતી કંપનીઓના વાર્ષિક અંદાજે ૯૦૦ કરોડ રુપિયા બચી જશે. આ નિર્ણય ૧ જૂન-૨૦૧૮થી લાગુ થશે.
ઈપીએફઓના અધિકારીઓની થોડા દિવસો પહેલાં મળેલી બેઠકમાં વહીવટી ચાર્જ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ ચાર્જ કંપ્ની તરફથી આપવામાં આવેલા કુલ વેતનના આધાર ઉપર વસૂલવામાં આવતી હતી. અત્યારે કંપ્નીઓને વેતનના ૦.૬૫ ટકા આપવાના હોય છે જે ૧ જૂનથી ૦.૫૦ ટકા થઈ જશે.
ઈપીએફઓના કેન્દ્રીય ભવિષ્યનિધિ કમિશનર વી.પી.જાયે કહ્યુ કે શ્રમ મંત્રાલયે વહીવટી ચાર્જને ઓછો કરવાના નિર્ણયને બહાલી આપી છે. આ બહાલી ૧ જૂન ૨૦૧૮થી પ્રભાવિત થઈ જશે. તેનાથી કંપ્નીઓ પોતાના કર્મચારીઓને સામાજિક સુરક્ષા યોજનાઓના દાયરામાં લાવીને ઔપચારિક વેતન રજિસ્ટરમાં તેનું નામ સામેલ કરવા માટે પ્રોત્સાહિત થશે.
ઈપીએફઓના અનુમાન અનુસાર આ નિર્ણયથી કંપ્નીઓની વાર્ષિક ા.૯૦૦ કરોડની બચત થશે. છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન ઈપીએફઓએ સામાજિક સુરક્ષા યોજનાઓને ચલાવવા માટે વહીવટી ચાર્જ તરીકે એમ્પ્લોયર પાસેથી ૩૮૦૦ કરોડ રુપિયાની વસૂલાત કરી હતી. ઈપીએફઓએ વહીવટી ચાર્જ દ્વારા ૨૦,૦૦૦ કરોડ પિયાથી વધુની રકમ જમા કરી છે. તેના ઉપર વ્યાજ તરીકે વાર્ષિક ા.૧૬૦૦ કરોડથી વધુ પ્રાપ્ત થઈ રહ્યા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY