અમેરિકામાં નોકરી કરી રહેલ ૭૦ હજાર ભારતીય માટે ખરાબ સમાચાર
વોશિંગ્ટન,તા.૨૯
અમેરિકામાં નોકરી કરી રહેલ ૭૦ હજાર ભારતીય માટે ખરાબ સમાચાર છે. ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની એક કોર્ટમાં કÌšં કે, એચ-૪ વીઝાધારકોની કેટલીક શ્રેણીઓને કામ કરવાની મંજૂરી (વર્ક પરમિટ) રદ્દ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
એચ-૧ બી વીઝા ધારકોના પતિ અથવા પત્નીને કામ કરવા માટે એચ-૪ વીઝા જારી કરવામાં આવે છે. એચ-૪ વીઝાધારકોમાં ભારતીય પ્રોફેશનલોની સંખ્યા ખૂબ જ વધારે છે. નવા નિયમોનો ઔપચારિક આદેશ જૂનમાં આપવામાં આવી શકે છે.
એચ-૧ વિઝાધારકોના પતિ કે પત્નીને કામ કરવા માટે એચ-૪ વિઝા ઇશ્યૂ કરવામાં આવે છે. હાલ આ વિઝા પર કામ કરતા ૯૩ ટકા લોકો ભારતીય છે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયની અસર ૭૦ હજાર ભારતીયો પર પડવાની સંભાવના છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)એ કોર્ટને કહ્યુ છે કે, ‘પ્રસ્તાવિત નિયમ મંજૂરીના અંતિમ ચરણમાં છે.’ ટ્રમ્પ સરકારે કોર્ટને કહ્યુ છે કે, એક વાર પ્રસ્તાવ પર ડીએચએસના માધ્યમથી મંજૂરી મળી જશે તો તેને આગળ મોકલવામાં આવશે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેમના કાર્યકાળ દરમિયાન એચ-૧બી વિઝાધારકના પાર્ટનરને કાયદાકીય રીતે કામ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ટ્રમ્પ સરકાર આ નિયમ રદ કરવાની તૈયારીમાં છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






