૧૬મા દિવસે પેટ્રોલ ૧૬ અને ડીઝલ ૧૪ પૈસા મોંઘું, દિલ્હીમાં સીએનજી પણ મોંઘું

0
23

ન્યુ દિલ્હી,તા.૨૯
ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી રહ્યાં છે છતાં તેનાથી વિપરીત ભારતમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. સતત ૧૬મા દિવસે પેટ્રોલ ૧૬ પૈસા અને ડીઝલ ૧૪ પૈસા મોંઘુ થયું છે. આટલું પુરતું ન હોય તેમ રાજધાની દિલ્હીમાં ઝ્રદ્ગય્ના ભાવમાં પણ ૧.૩૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારી દેવામાં આવ્યાં છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે એક નિવેદન આપતાં કહ્યુ કે રૂપિયામાં આવેલા ઘટાડા તથા પ્રાકૃતિક ગેસની કિંમતોમાં વધારાને કારણે કાચા માલનો ખર્ચ વધ્યો છે. જેના કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ૧૬મા દિવસે વધારો થયો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ ૧૬ પૈસા વધીને ૭૮.૪૩ અને ડીઝલ ૧૪ પૈસા વધીને ૮૬.૨૪એ પહોંચ્યું છે. મુંબઈમાં રેટ વધીને ૮૬.૨૪ અને ૭૩.૭૯ રૂપિયાએ પહોંચ્યું છે. ૧૪ મેથી સતત કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.
સોમવારની રાતથી દિલ્હીમાં ઝ્રદ્ગય્ ૪૧.૯૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. તો દિલ્હીના આસપાસના વિસ્તારો જેવાં કે નોયડા, ગ્રેટર નોયડા અને ગાઝિયાબાદમાં ઝ્રદ્ગય્ની કિંમત ૧.૫૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ વૃદ્ધિની સાથે ૪૮.૬૦ રૂપિયા pીિ દ્ભય્ થઈ ગયું છે.
હવે બહુ થયું મોદીજી ઃ કોંગ્રેસ
કોંગ્રેસે દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમતમાં વધારાને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે, “સામાન્ય લોકોની જમા પુંજીને બરબાદ કરવું જ ભાજપનો એકમાત્ર એજન્ડા છે.” પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરી કહ્યુ કે, “પહેલાં તેઓએ ૧૫ દિવસ સુધી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરી આમ આદમીના ખીસ્સા ખાલી કર્યા. હવે દિલ્હીમાં ઝ્રદ્ગય્-ઁદ્ગય્ની કિંમતો વધારી છે.” સુરેજવાલાએ કટાક્ષ કરતાં કહ્યુ કે, “પ્રિય, મોદીજી બસ હવે ઘણું થઈ ગયું.”

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY