અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનુ પરિણામ આખા કુટુંબને ભોગવવુ પડે છે. વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા ઉપર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવા સંજોગોમા પીડિતને પ્રથમ એક ક્લાક (ગોલ્ડન અવર) મા હોસ્પિટલમાં દાખલ કરવામા આવેતો ઓછામાં ઓછા ૫૦% મૃત્યુદર ટાળી શકાયછે. અક્સ્માત પછી તાત્કાલિક (ગોલ્ડન અવર) એ પ્રથમ ક્લાક છે જેમા “ઈમરજ્ન્સી મેડીકલ સારવાર” જરૂરી છે અને જો આવી સારવાર ઉપલબ્ધ ન હોય અથવા અકસ્માત પછી તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો મોટા ભાગના અક્સ્માતનો ભોગ બનનાર મુત્યુ પામે છે. આ બાબતને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા ગુજરાતના કોઈ પણ વિસ્તારમા થયેલ કોઈપણ વાહન અકસ્માતમા ઈજા પામેલા વ્યક્તિને અક્સ્માતના પ્રથમ ૪૮ ક્લાકમા બનાવ દીઠ રૂ.૫૦,૦૦૦/- ની મર્યાદામાં મફત સારવાર પ્રત્યેક ઈજાગ્રસ્ત દીઠ તાત્કાલિક મળવાપાત્ર રહેશે તે અંગેના તાજેતરમાં ઠરાવ અને પરિપત્ર કરવામા આવેલ છે.
તાજેતરમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ-સુરેન્દ્રનગર ખાતે ડો.હરિશ એમ.વેસેટીયન (મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહા સિવિલ સર્જન) દ્વારા ઉપરોકત રાજય સરકારશ્રીની યોજના અંર્તગત ગુજરાત રાજયની હદમા થતા વાહન અકસ્માતમા પ્રથમ ૪૮ કલાકમા સરકારી/ખાનગી તથા ટ્ર્સ્ટ સંચાલિત હોસ્પિટલમા રાજય સરકારશ્રી દ્વારા મળવાપત્ર વિના-મુલ્યે સહાય અને માર્ગ-દર્શન માટે સુરેન્દ્રનગર શહેર ની તમામ સરકારી/ખાનગી તથા ટ્ર્સ્ટ સંચાલિત હોસ્પિટલના તમામ તબીબો તથા આઈ.એમ.એ. ના સભ્યો માટે સેમીનાર રાખવામા આવ્યોત હતો. જેમા ડો.હરિશ એમ.વેસેટીયન (મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહા સિવિલ સર્જન) દ્વારા ઉપસ્થિત તમામ તબીબો તેમજ અન્ય સભ્યોને જણાવાયું હતું કે તા.૧૮/૦૫/૨૦૧૮ ના રોજ્થી અમલમા મુકવામા આવેલ વાહન અકસ્માતમા ઈજા પામનાર તમામ વ્યક્તિને કોઈપણ આવક-મર્યાદા ધ્યાને લીધા સિવાય રાજયની તમામ સરકારી/ખાનગી તથા ટ્ર્સ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા તેઓ ગુજરાત ના રહેવાસી હોય કે અન્ય રાજય કે અન્ય રાષ્ટ્રાના હોય તેવા તમામ વ્યક્તિઓને રૂ.૫૦,૦૦૦/- ની મર્યાદામાં વ્યક્તિ દીઠ મફત સારવાર મળવાપાત્ર રહેશે તેમજ સદર ખર્ચ રાજય સરકાર દ્વારા સંબંધિત સરકારી/ખાનગી તથા ટ્ર્સ્ટ સંચાલિત હોસ્પિટલને ચુકવવામા આવશે. તદઉપરાંત જે તે હોસ્પિટલ દ્વારા જે તે ઈજાગ્રસ્ત ને ૪૮ કલાકમા પુરી પાડેલ પ્રોસીજર/કરેલ સારવાર અંગેના ખર્ચનુ બિલ દિન-૧૦ મા સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/મેડીકલ કોલેજ સંલગ્ન તબીબી અધિક્ષક્ને ઠરાવ સાથે સંલગ્ન ક્લેઈમ ફોર્મ, હોસ્પિટલે રજુ કરવાનુ પ્રમાણપત્ર અને ઈજાગ્રસ્તનુ તેઓ આ યોજના નો લાભ લેવા ઈચ્છે છે તેવુ સંમતી પત્રક રજુ કરવાનુ રહેશે તેમજ સદર યોજનાકીય તમામ માહિતી વિસ્તૃતમાં આપવામા આવેલ હતી. આ સેમીનારમા સુરેન્દ્રનગરની ખાનગી તથા ટ્ર્સ્ટ સંચાલિત હોસ્પિટલના ડો.ભાર્ગવ જાદવ, ડો કુલદિપ ખાંદલા, ડો.રુપમ ગુપ્તા, ડો.ગૌરવ, ડો.પંકજ શાહ, ડો એચ.પી.વ્યાસ, ડો.દર્શનપઢિયાર, સી.યુ.શાહ મેડીકલ કોલેજના આર.એમ.ઓ વિગેરે તથા આઈ.એમ.એ. તબીબ સભ્યો ખાસ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





