અકસ્માત પ્રત્યે જાગૃતિ માટે રેલવે સેલિબ્રિટીની મદદ લેશે

0
6

મુંબઈ,તા.૩૦
પ્રવાસીઓને ટ્રેસપાસિંગ રોકવા, સ્વચ્છતા જાળવવા, ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરવા, ટ્રેનમાં ચઢતી-ઉતરતી વખતે શિસ્તબદ્ધતા જાળવી રાખવાની અપીલ કરવા મધ્ય રેલવે હવે બિગ બી સહિત અન્ય સેલિબ્રિટીઓની મદદ લેશે.
૧૦-૨૦ સેક્ધડ બચાવવા માટે પ્રવાસીઓ અનેક વખત એફઓબીના બદલે ટ્રેક ક્રોસ કરવાનું પસંદ કરે છે અને અકસ્માતનો ભોગ બને છે. આ ઉપરાંત રેલવે પરિસરમાં ગંદગી ફેલાવનારા પ્રવાસીઓમાં જાગરૂક્તા લાવવા માટે મધ્ય રેલવે હવે નસીરૂદ્દીન શાહ, નિશીકાંત કામથ, બિગ બી સહિતની વધુ સૅલિબ્રિટીઓની મદદ લેવાનું વિચારી રહી છે, એવું મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે પર ટ્રેસ પાસિંગને કારણે ૨૦૧૭માં કુલ ૧૬૫૧ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા, જેમાંથી મધ્ય રેલવે પર મૃત્યુ પામનારા પ્રવાસીઓની સંખ્યા ૧૦૭૪ જેટલી હતી, જ્યારે પશ્રિ્‌ચમ રેલવે પર આ પ્રમાણ ૫૭૭ જેટલું જોવા મળ્યું હતું. જ્યારે ટ્રેક ક્રોસ કરવા જતાં ઈજાગ્રસ્ત થયેલાં પ્રવાસીઓની સંખ્યા ૩૭૬ હતી, જેમાંથી મધ્ય રેલવે પર ૨૪૧ ઈજાગ્રસ્ત પ્રવાસીઓ જાવા મળ્યા હતા, જ્યારે પશ્રિ્‌ચમ રેલવે પર આ પ્રમાણ ૧૩૫ જેટલું જાવા મળ્યું હતું.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY