કર્ણાટકમાં ૯૦ ટકા લોકોને કોંગ્રેસમાં હવે વિશ્વાસ નથી

0
99

મોદી અને શાહના નેતૃત્વમાં પાર્ટીની સ્થિતિ ખૂબ મજબૂત થઈ : મોદી પહેલી મેથી ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં જાડાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલોર,તા. ૨૮
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજાને પછાડવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત ચૂંટણીમાં લગાવી દીધ છે. કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદયુરપ્પાએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપની જીતવાની તકો ૫૦ ટકા વધારે વધી ગઈ છે. યેદીયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન કરશે. પાર્ટી ઓર્ગેનાઈઝેશનની સ્થિતિ મોદીના નેતૃત્વ હેઠળ ખૂબ મજબત થઈ છે. યેદીયુરપ્પાએ દાવો કર્યો છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૨૨૪ વિધાનસભા બેઠકો પૈકી ૧૪૦ સીટો જીતીને સપાટો બોલાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૦૦૮ બાદથી સ્થિતિમાં ઘણા ફેરફાર થઈ ચુક્યા છે. ૨૦૦૮માં કર્ણાટકમાં ભાજપને ૧૧૦ સીટો મળી હતી. યેદીયુરપ્પાનું કહેવું છે કે ગુજરાત, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યો કરતા પણ પાર્ટી સંગઠન કર્ણાટકમાં ખૂબ મજબૂત છે. શાહ અને મોદીના લીધે પાર્ટની સ્થિતિ વધારે મજબૂત થઈ છે. બીજી બાજુ મોદી પોતે કર્ણાટકમાં ચૂંટણીને લઈને ઝંઝાવતી પ્રચાર કરવા માટે સજ્જ થઈ ચુક્યા છે. પહેલી મેથી મોદી ઝંઝાવતી પ્રચાર કરનાર છે. મોદીના પ્રચાર બાદ પાર્ટીની સ્થિતિમાં વધારે મજબૂતી જાવા મળી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આક્રમક પ્રચારમાં વ્યસ્ત થયેલા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદીયુરપ્પાએ દાવો કર્યો છે કે રાજ્યના ૯૦ ટકાથી વધુ લોકો મુખ્યમંત્રી સિદ્ધારમૈયામાં વિશ્વાસ ગુમાવી ચુક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જનતાદળ (એસ) ને આશરે ૨૫ સીટો મળી શકે છે. તેમણે ઉમેર્યું છે કે સરકારની રચના કરવા માટે તેમની મદદની કોઈ જરૂર પડશે નહીં. અમે અમારી રીતે સરકાર બનાવવામાં સફળ રહીશું. તેમણે ધ્યાન દોર્યું હતું કે મોદીના કારણે તેઓ વર્ષ ૨૦૧૪માં ભાજપ મોર્ચામાં પરત ફર્યા હતા. તેમનું કહેવું છે કે તેઓ એવા વ્યક્તિ પૈકીના એક વ્યક્તિ છે જે કહી ચુક્યા હતા કે મોદી દેશના વડાપ્રધાન બનશે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા તેઓએ આ દાવો કર્યો હતો. વર્ષ ૨૦૦૮માં કર્ણાટકના મુખ્યમંત્રી પદે તેમની તાજપોશી કરવામાં આવી ત્યારે મોદી પોતે ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે પણ ૧૮મી મેના દિવસે તેમની શપથવિધિમાં મોદી હાજરી આપવા માટે પહોંચશે. યેદીયુરપ્પાએ કહ્યું છે કે તેમનો આગામી ઉદ્દેશ્ય આ બાબતની ખાતરી કરવાનો છે કે કર્ણાટકમાં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી દરમ્યાન ભાજપને ૨૮ લોકસભા સીટો પૈકી ૨૩થી ૨૪ સીટો મળી શકે. આના માટે પણ પાર્ટીએ પહેલાથી જ તૈયારી કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY