પુત્રના હાથે પિતાની હત્યા: તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા

0
121

સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ રોડ નજીક હત્યા, સપ્તાહમાં ચોથી હત્યાનો બનાવ

સુરતઃસીમાડા ગામમાં ગુરુવારે સાંજે છ વાગ્યાની આસપાસના સમયગાળામાં માનસિક અસ્થિર પુત્રના હાથે વૃદ્ધ પિતાની હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પોલીસે યુવાન પુત્રની ધરપકડ કરી છે.

હત્યા બાદ ભાગવા જતાં પુત્રને પોલીસે ઝડપી લીધો

મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતમાં દીવાળીબાનગર સોસાયટી, સીમાડા ગામ ખાતે રહી મોચી કામ કરતા સુખદેવભાઈ બાજીરાવ રાઠે (ઉ.વ.62) ગુરુવારે સાંજે છ વાગ્યે ઘરે હતા ત્યારે તેનાં પત્ની કામ માટે બહાર ગયા હતા. તે વખતે તેનો માનસિક રીતે અસ્થિર પુત્ર મધુકર (ઉ.વ.35) હાજર હતો. પિતા કાંઈ સમજે કે વિચારે એ પૂર્વે જ મધુકરે મોચી કામમાં ચામડું કાપવા માટે વપરાતા ધારદાર સાધનના બે ત્રણ ઘા ઝીંકી દીધા હતા. એ સાથે જ સુખદેવભાઈનું મૃત્યુ થયું હતું. આ રીતે પિતાની હત્યા કર્યા બાદ પુત્ર ભાગવા જાય એ પહેલા જ સરથાણા પોલીસે તેને પકડી પાડ્યો હતો.

આઠ વર્ષની પુત્રીના પિતાએ કરી સગા બાપની હત્યા

તપાસનીશ અધિકારી સરથાણાના પોઈ એન.ડી. ચૌધરીએ કહ્યું હતું કે મધુકર માનસિક રીતે અસ્થિર છે. જેના કારણે તેનાં પત્ની પણ પિયર ચાલ્યા ગયા છે. આઠ વર્ષની એક પુત્રી છે. તેણે હત્યા શા માટે કરી? એ મુદ્દે તે કાંઈ બોલતો ન હોવાથી હાલ પોલીસ હત્યાનું કારણ શોધવાના કામે લાગી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY