તન્ના એજ્યુકેશન કેમ્પસે દ્વિતીય વખત બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થી આપ્યા
ગોંડલ શહેરના ગુંદાળા રોડ ઉપર આવેલ તન્ના એજ્યુકેશનલ કેમ્પસની વિદ્યાર્થીની શ્રેયા સ્નેહલભાઈ દાવડાએ ધોરણ-12માં 99.99 PR મેળવી બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો છે તેમના એજ્યુકેશનલ કેમ્પસની સાથોસાથ શહેર તાલુકા શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે, ગોંડલ કેન્દ્રના ધોરણ 12 કોમર્સના બોર્ડના પરિણામ ના ઈતિહાસમાં તન્ના એજ્યુકેશન કેમ્પસ દ્વારા બીજી વખત બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થી આપી સિદ્ધિને બેવડી કરવામાં આવી છે શ્રેયા દાવડાને સીએ બનવાની ઈચ્છા છે શ્રેયા નો ત્રણ બહેનો નો પરિવાર છે તેમના પિતા કોલેજ ચોક પાસે રેડિયમ કટિંગનો વ્યવસાય કરી રહ્યાં છે .
ક્રાઇમ રિપોર્ટર – રવિ રામાણી
પોલીસ સમન્વય ન્યૂઝ ગોંડલ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






