સ્ટાર કીડ હોવા છતાં ખૂબ સંઘર્ષ કરવો પડયો : રોહન મહેરા

0
16

મુંબઈ,તા.૨
આશાસ્પદ અભિનેતા રોહન મહેરાએ કહ્યું હતું કે હું સદ્ગત અભિનેતા વિનોદ મહેરાનો પુત્ર છું એટલે સ્ટાર કીડ છું છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશવા માટે મારે સારો એવો પુરુષાર્થ કરવો પડયો હતો.
છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાનની બાઝાર ફિલ્મથી અભિનય શરૃ કરી રહેલા રોહને કહ્યું, ‘હું સ્ટાર કીડ છું માટે મને બાઝાર ફિલ્મ મળી નથી. મેં બાઝાર ફિલ્મ વિશે અખબારોમાં વાંચ્યું ત્યારે મને સ્ટોરી આકર્ષક લાગી એટલે મેં ઓડિશન આપવાનો વિચાર કર્યો અને નિખિલ સર (નિખિલ અડવાણી)ને ત્યાં ઓડિશન આપવા ગયો.
શરૃમાં એ લોકો કોઇ નવોદિતને લેવાની ઇચ્છા રાખતા નહોતા. બધા નીવડેલા કલાકારો સાથે બાઝાર ફિલ્મ બનવાની હતી. મેં પ્રયાસો ચાલુ રાખ્યા અને થોડા ઓડિશન આપ્યા. ત્યારબાદ મહિનાઓ સુધી હું એ લોકોના કોલની વાટ જાઇને બેસી રહ્યો હતો. આખરે કોલ આવ્યો અને મને બોલાવવામાં આવ્યો.’
બાઝાર ફિલ્મ શૅરબજાર, પૈસા અને લેવડદેવડની વાત કરતી ફિલ્મ છે. રોહન કહે છે કે મારે સારી ેવી મહેનત કરવી પડી હતી. કોઇ સ્ટાર કીડ હોય એટલે બધું એને તૈયાર મળે એવી વાતોમાં કોઇ દમ નથી. સગાંવાદની વાતો કરનારા ભૂલી જાય છે કે તમારામાં ટેલેન્ટ ન હોય તો તમે કશું મેળવી શકતા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY