સેલંબા કેન્દ્ર 58.24% પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ જ્યારે રાજપીપળા કેન્દ્ર 28.52% પરિણામ સાથે છેલ્લા ક્રમે, ઉચ્ચ શિક્ષણ ના તાયફા પોકળ સાબિત થયા
રાજપીપળા:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2018ના વર્ષ માટે લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.ગુરુવાારે ધો-12 સા.પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું.જેમાં નર્મદા જિલ્લાનું 38.57% નિરશ પરિણામ જાહેર થયું છે.A1 ગ્રેડમાં એક વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો નથી.છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા જિલ્લાનું પરિણામ ઓછું આવી રહ્યું છે.તો એ વર્ષ જરૂર પરિણામ સારું આવશે એવી વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો આશા રાખીને બેઠા હતા પરંતુ પરિણામ જાહેર થતા એમની આશા પર પાણી ફેરવાયું હતું.
નર્મદા જિલ્લામાં ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો A1માં 0, A2માં 07, B1માં 91, B2માં 399, C1માં 538, C2માં 312, Dમાં 177 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.નર્મદા જિલ્લાના કેન્દ્ર મુજબ પરિણામની સ્થિતિ જોઈએ તો સેલંબા કેન્દ્ર 58.24% પરિણામ સાથે જિલ્લામાં ટોપ પર રહ્યો છે.જ્યારે ગરૂડેશ્વર કેન્દ્ર 51.85% પરિણામ સાથે બીજા ક્રમે,તિલકવાડા કેન્દ્ર 48.05% પરિણામ સાથે ત્રીજા ક્રમે,ડેડીયાપાડા કેન્દ્ર 43.61% પરિણામ સાથે ચોથા ક્રમે જ્યારે 28.52% પરિણામ સાથે રાજપીપળા કેન્દ્ર જિલ્લામાં છેલ્લા ક્રમે ધકેલાયો છે.નર્મદા જિલ્લામાં ધો-12 સા.પ્રવાહની પરીક્ષામાં 1524 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે CCTV ફૂટેજને આધારે ગેરરીતી ના કેસ ઝડપતા 2 વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રખાયા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






