ભાવનગર જીલ્લાના જેસર તાલુકામાં થોડા દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે.આ ગામના તળાવ અને નદીઓમાં આવેલા ભારે પુરના કારણે ખેડૂતોની જમીનોનું ધોવાણ થઇ જતા પાક નિષ્ફળ થયો છે. જયારે શાળાની દીવાલો પણ પડી ગઈ છે. ત્યારે તાકીદે તંત્ર ત્યાં પહોચે અને વહેલી તકે પુરતી મદદ કરે તેમજ આવનારા સમયમાં ફરી તારાજી ના સર્જાય તે માટે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યાં છે.
ભાવનગર જીલ્લાના જેસર તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઇ છે. જેમાં ખાસ જેસરના શેવડીવદર ગામે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.શેવડીવદરમાંથી પસાર થતી નદી અને ગામના તળાવ અને તલાવડીઓમાં વરસાદના કારણે ભારે પુર આવ્યા હતા.આ વરસાદનું પાણી શાળાઓમાં અને ઘરોમાં ધુસી જતા ભારે તારાજી સર્જાઇ હતી.જેમાં શાળાની દીવાલો પણ પડી ગઈ હતી તેમજ આજુબાજુના ઘરોમાં પણ પુરના પાણી ફરી વળતા મકાનોની દીવાલો પડી ગઈ હતી.
સૌથી વધુ નુકશાન ખેતરોમાં જોવા મળ્યું છે.જેમાં ચોમાસામાં સારા વરસાદમાં વાવણી કર્યા બાદ મૌલાતો હજુ ફૂટી જ હતી ત્યાં વરસાદના કહેરમાં આ તમામ મૌલાતોનું ધોવાણ થઇ ગયું હતું.નદી અને તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા ઉભો પાક તો નાશ પામ્યો હતો પરંતુ ખેતરોની જમીનોનું ધોવાણ થઇ ગયું હતું અને ખેતરમાં પુરમાં તણાઈ આવેલા ભારે પથ્થરો જ જોવા મળી રહ્યા છે.
જેસરના શેવડીવદરમાં વરસાદની તારાજી બાદ હજુ સુધી કોઈ અધિકારીઓ ડોકાયા નથી તેનો રોષ ગ્રામજનો કરી રહ્યા છે.મંત્રીઓ આવી અને ફોટા પાડી જતા રહ્યા પરંતુ હજુ સુધી સહાય અંગે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.ગામના લોકોએ વરસાદના કારણે આવેલા પુરમાં જાતે તમામ પ્રકારની સહાય કરી હતી અને તંત્ર પહોચી શક્યું ના હતું. ત્યારે હજુ ચોમાસુબાકી હોય અને ફરી આવી સ્થિતિના સર્જાય તે માટે તળાવ અને નદીઓના પાણીના નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ પણ ગામના લોકો કરી રહ્યાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



