દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ લોકોમાં આક્રોશ છે : કેજરીવાલ

0
10

ન્યુ દિલ્હી,તા.૩૧
દેશભરમાં થયેલા ૪ લોકસભા અને ૧૦ વિધાનસભાની પેટાચુંટણીઓમાં શરીઆતી પરિમાણ બાદ રાજનીતિમાં નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કૈરાના અને નૂરપુરમાં બીજેપીની હારને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટીવટ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, પેટાચુંટણીમાં સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે દેશમાં હવે લોકો મોદી સરકારને હટાવવા માંગે છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ સમર્થન આપતા જનતાને શુભેચ્છા આપી હતી.
અરવિંદ કેજરીવાલે ટીવટ કર્યું, આજના પરિણામ દેખાડે છે કે દેશભરમાં મોદી સરકાર વિરુદ્ધ લોકોમાં ખુબ ગુસ્સો છે. અત્યાર સુધી લોકો પુછી રહ્યા હતા કે વિકલ્પ શું છે? હવે લોકો કહી રહ્યા છે કે મોદીજી વિકલ્પ નથી, પહેલા તેમને હટાવો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY