દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા લોકોમાં ગુસ્સો : કેસી ત્યાગી

0
13

૨૦૧૯ ચૂંટણી પહેલાં એનડીએને દુરસ્ત કરવાની જરૂર
ન્યુ દિલ્હી,તા.૩૧
બિહારની જોકીહાટ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીમાં જનતા દળ યુનિયન (ત્નડ્ઢેં)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જેડીયુએ આ હારનું ઠીકરું પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર ફોડ્યું છે. તેની સાથે જ જેડીયુએ એનડીએને લઇ પણ મોટું નિવેદન આપ્યું છે. જેડીયુના મહાસચિવ કેસી ત્યાગીએ પરિણામો બાદ કહ્યુ કે આખા દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વિરૂદ્ધ ગુસ્સામાં છે. આ ગુસ્સાની અસર પેટાચૂંટણીમાં પણ પડી છે. અમે અપીલ કરીએ છીએ કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવો જાઇએ.
કેસી ત્યાગીએ કહ્યુ કે પેટાચૂંટણીમાં પરિણામ એનડીએ માટે ચિંતાનો વિષય છે. એનડીએમાં હજુ સહયોગી અલગ-થલગ મહેસૂસ કરી રહ્યાં છે. તેમણે કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં બે મોટા પક્ષ એક સાથે આવી ગયા છે. આથી અહીંના પરિણામો ખતરાની ઘંટડી બની શકે છે.
એનડીએના મુદ્દા પર તેમણે કÌšં કે આજે ચંદ્રબાબુ નાયડુએ એનડીએનો સાથ છોડી દીધો છે. શિવસેના ભાજપની વિરૂદ્ધ જ લડી રહ્યાં છે. અહીં અકાલી દળ ખુશ નથી, ૈંદ્ગન્ડ્ઢ સાથ છોડી ચૂકયું છે. મહેબૂબા મુફ્તીએ પણ નારાજગી વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીછી પહેલાં એનડીએને દુરસ્ત કરવાની જરૂર છે.
જાકીહાટ સીટ અંગે તેમણે કહ્યુ કે આ રાજદની જીત નથી, આ સીટ પહેલાં જ તસલીમુદ્દીનની પાસે હતી. હવે તેમના દીકરાએ પાર્ટી બદલી છે આથી તેમની જીત થઇ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY