ઈવીએમના કારણે ૫૦ થી ૬૦ હજાર મતદારો મત આપી શક્યા નથી : સંજય રાઉત

0
31

મુંબઈ,તા.૩૧
પાલઘર લોકસભા બેઠક પર ભાજપની જીત નક્કી છે ત્યારે શિવસેનાએ ઈવીએમ મશીનનો મુદ્દો ઉઠાવ્યો છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, ઈવીએમના કારણે ૫૦થી ૬૦ હજાર મતદારો મત આપી શક્યા નથી. મતદાન થયા બાદ ચૂંટણી પંચે ૪૬ ટકા મતદાન થયું હોવાની જાહેરાત કરી હતી અને તેના ૧૨ કલાક બાદ ચૂંટણી પંચે ૫૬ ટકા મતદાન થયું હોવાનું એલાન કર્યું. જેથી સંજય રાઉતે ચૂંટણી પંચને પ્રભાવિત કરવામાં આવી રહ્યુ હોવાનો આરોપ લગાવ્યો છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY