મુંબઇ,
ખુબસુરત યામી ગૌતમ હવે નવી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુને લઇને આશાવાદી બનેલી છે. આ ફિલ્મ માટે તે પોતાના તરફથી તૈયારી શરૂ કરી ચુકી છે. ફિલ્મમાં તેની સાથે શાહિદ કપુર અને શ્રદ્ધા કપુર પણ જાવા મળનાર છે. આ ફિલ્મ જુદા જુદા કારણોસર છેલ્લા કેટલાક સમયથી વારંવાર અટવાઇ પડી છે. આ સોશિયલ ડ્રામાં ફિલ્મમાં યામી ગૌતમ એક વકીલના રોલમાં નજરે પડનાર છે. તે પોતાના રોલને ન્યાય આપવા માટે હાલમાં જારદાર મહેનત કરી રહી છે. તે પાત્રને ન્યાય આપવા માટે કોર્ટ કાર્યવાહીમાં ભાગ લેવાનુ પણ વિચારી રહી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે યામી ગૌતમ આ ફિલ્મને લઇને ભારે ખુશ છે. તે બોલિવુડમાં કેટલાક વર્ષોથી હોવા છતાં હજુ સુધી ટોપ સ્ટાર તરીકે ઉભરી શકી નથી. બીજી બાજુ તે હજુ મોડલિંગના કેટલાક નવા પ્રોજેક્ટમાં પણ સામેલ થઇ રહી છે. યામીએ પોતાની નવી ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી છે તેમ જણાવીને તેના નજીકના સુત્રોએ કહ્યુ છે કે તે ફિલ્મને લઇને આગામીદિવસોમાં વધારે મહેનત કરે તેમ માનવામાં આવે છે. ફિલ્મ નાના શહેરોમાં વિજળી બિલમાં ગેરરિતીની વાત કરવામાં આવી છે. જેના કારણે લોકો દેશના જુદા જુદા ભાગોમાં પરેશાન છે. નાના ગ્રાહકો દ્વારા કોર્ટમાં અનેક ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદોને જાતે સમજવા માટે યામીને કેટલાક કેસોમાં કાર્યવાહીની સાક્ષી પણ બનનાર છે. સરકારી વકીલો કેસોને કઇ રીતે હાથ ધરે છે તે બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવનાર છે. તે કેટલાક કેસોના ચુકાદાનો પણ અભ્યાસ કરવા માટેની તૈયારીમાં છે. નારાયણસિંહ આ ફિલ્મનુ નિર્માણ કરી રહ્યા છે. કોર્ટમાં હકીકતમાં તે અનુભવ હાંસલ કરવા માટે ઉત્સુક છે. યામી કેટલીક સારી ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં રિતિક રોશન સાથેની ફિલ્મ કાબિલનો પણ સમાવેશ થાય છે. યામી ફિલ્મના કારણે કેરિયરમાં તેજી આવશે તેવી આશા ધરાવે છે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






