મુંબઈ,તા.૭
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મીતાલી રાજે કહ્યુ હતું કે મારી બાયો-ફિલ્મ બને તો મારો રોલ પ્રિયંકા ચોપરાને આપવો જાઇએ. મારા મનમાં પહેલેથી એનું નામ છે. ગયા વર્ષથી વાયાકોમ ૧૮ના સંચાલકો મીતાલીની બાયો-ફિલ્મ બનાવવા માટે થનગની રહ્યા હોવાનું કહેવાય છે. એની સ્ક્રીપ્ટ અને સ્ટારકાસ્ટની વાતો થતી હતી ત્યારે મીતાલીને એેક અખબારે પૂછ્યું હતું કે તમારી દ્રષ્ટિએ તમારો રોલ કોને આપવો જાઇએ ? ત્યારે આંખના પલકારામાં એણે જવાબ આપ્યો હતો કે મારો રોલ પ્રિયંકા ચોપરા સારી રીતે કરી શકે એમ મને લાગે છે.
મારો રોલ પ્રિયંકા ચોપરાને આપવો જોઇએ. અમારા બંનેનાં વ્યક્તિવો પણ એકમેકને મળતાં આવે છે. જા કે આ બાબતનો અંતિન નિર્ણય હું ફિલ્મ સર્જકો પર છોડી દેવાનું યોગ્ય સમજું છું. ફિલ્મ સૃષ્ટિ મારો વિષય નથી એટલે હું એ બાબત જે તે ક્ષેત્રના નિષ્ણાતો પર છોડી દેવાનું ઉચિત સમજું છું. મીતાલી વાયાકોમ ૧૮ના સંચાલકોેને પોતાના વિશેની વિશ્વસનીય માહિતી અને એણે રમેલી મેચની વિડિયો ક્લીપ્સ મેળવવામાં મદદ કરી રહી છે. એણે કહ્યુ કે મોટા ભાગનું માહિતી ભેગી કરવાનું કામ પતી ગયું છે. હવે સ્ક્રીપ્ટ લખાઇ રહી છે. એકવાર સ્ક્રીપ્ટ લખાઇ જાય ત્યારબાદ સ્ટારકાસ્ટ અને બાકીની બાબતો હાથ ધરવામાં આાવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




