ભુજમાં અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલમાં ૧૧૧ બાળકોના મોતના અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

0
157

ભુજ:
ભુજમાં આવેલી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ૧૧૧ બાળમૃત્યુ અંગે રચેલી તપાસ સમિતિએ મંગળવારે હોસ્પિટલના તંત્રને કલીનચીટ આપી દેતા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આનો ભારેખમ વિરોધ દર્શાવ્યો છે. વિરોધના પગલે આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાન દ્વારા અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલની સામે ધરણાં, વિરોધ પ્રદર્શન અને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતો.

ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા થોડા સમયથી થઇ રહેલા બાળકોના મોત અંગે કોંગ્રેસ દ્વારા જે તે સમયે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ગત તા.૨૨મીનાં શહેરની અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં એનઆસીયુ વોર્ડમાં એક બાળકનું મોત બાદ મામલો ગરમાયો હતો. તેના બીજા દિવસે બે દિવસમાં ૨૬ બાળકોના મોત થયા હોવાના આક્ષેપોનમ સાથે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા એક તપાસ કમિટીની હોસ્પિટલમાં મોકલવામાં આવી અને આ અંગે એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારને સુપરત કરવાનો આદેશ અપાયા હતા. જેના પગલે તપાસ કમિટી હોસ્પિટલમાં આવી, તપાસ કરી અને રિપોર્ટમાં હોસ્પિટલને ક્લિનચીટ આપી દેતાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આનો વ્યાપક વિરોધ પ્રદર્શન દર્શાવ્યો છે. ગામમાં આવ્યા તો કે તપાસ કમિટી અને અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ ગોલમાલ થઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ‌ દ્વારા ટાઈગર સારી સુવિધા આપવામાં આવતી નથી અને હોસ્પિટલમાં બાળકોના મોત થઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલની સામે આજે વિરોધ પ્રસંગ કરવામાં આવ્યો હતો. ભાજપ હાય હાયના નારા સાથોસાથ મુખ્યમંત્રી રાજીનામું આપો સહિતના ઉગ્ર નારાઓ પોકારવામાં આવ્યા હતા. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ વિરુદ્ધ નારાઓ પોકારી અને રેલી સ્વરૂપે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાળકોના મોત અંગે ન્યાય જો સરકાર પણ અવગણના સેવતી હોય તો સામાન્ય પ્રજા આ હોસ્પિટલમાં સારવાર કેમ કરાય કરવા જાય તેવા અને વેધક સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. આજરોજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતાં.

રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

જંગ એ ગુજરાતના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 997840692

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY