પ્રિયંકા જુલાઇ મહિનામાં હવે ભારતનુ શુટિંગ કરશે: રિપોર્ટ

0
36

મુંબઇ,
બોલિવુડ અને હોલિવુડમાં ડંકો વગાડનાર સ્ટાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકી ટીવી શો ક્વાÂન્ટકોને લઇને વ્યસ્ત છે. જા કે તે હિન્દી ફિલ્મોને લઇને પણ આશાવાદી છે. તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. હાલમાં તે બે મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં સલમાન ખાનની ભારત અને તેની પોતાની ફિલ્મ એતરાજ ફિલ્મનો સમાવેશ થાય છે. એતરાજ ફિલ્મમાં તે વિલન તરીકેના રોલમાં હતી. હવે તે નવી ફિલ્મમાં સલમાન સાથે કામ કરવા જઇ રહી છે. પ્રિયંકા ચોપડા વર્ષ ૨૦૧૬ બાદ પ્રથમ વખત હિન્દી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. વર્ષ ૨૦૧૬માં તે છેલ્લે જય ગંગાજલમાં નજરે પડી હતી. જે એક એક્શન ફિલ્મ હતી. હવે તે સલમાન ખાનના ફેવરીટ ગણાતા અલી અબ્બાસની ફિલ્મ ભારતમાં કામ કરી રહી છે. ફિલ્મમાં તે મુખ્ય સ્ટાર તરીકે છે. ફિલ્મમાં દિશાને પણ રોલ મળ્યો છે. લીડ રોલ કરવા તે જઇ રહી છે. દસ વર્ષના લાંબા ગાળા બાદ સલમાન અને પ્રિયંકા એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. પ્રાપ્ત હેવાલ મુજબ પ્રિયંકા ચોપડા જુલાઇ માસમાં ભારત ફિલ્મ માટેનુ શુટિંગ શરૂ કરશે. એવુ જાણવા મળ્યુ છે કે પ્રિયંકા જુનના અંત સુધી ક્વાÂન્ટકો ૩ માટે પ્રમોશન્સ અને અન્ય કેટલાક સંબંધિત કામને પૂર્ણ કરી લેશે. ત્યારબાદ તે ભારતીય ફિલ્મો માટે શુટિંગ શરૂ કરશે.
સુપરસ્ટાર અભિનેત્રી પ્રિયંકા સુભાષ ઘાઇની એતરાજ ફિલ્મમાં પણ કામ કરવા માટે સહમત થઇ ચુકી છે.પ્રિયંકા ચોપડા વિતેલા વર્ષોમાં સલમાન સાથે કેટલીક ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે રોલ કરી ચુકી છે. જેમાં મુઝસે શાદી કરોગી ફિલ્મનો સમાવેશ થાય છે. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. જુલાઇ માસમાં પ્રિયંકા પોતાના હિસ્સાનુ શુટિંગ કરનાર છે. મોડેથી સલમાન પણ શુટિંગમાં તેની સાથે જાડાય તેવી શક્યતા છે. હાલમાં બન્ને કલાકારો પોતાના અન્ય પ્રોજેક્ટમાં ખુબ વ્યસ્ત બનેલા છે.

S.S.S

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY