હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં પડતા ૮ લોકોના મોત, ૨૦ ઘાયલ

0
9

શિમલા,તા.૧
હિમાચલ પ્રદેશમાં ફરીથી એક મોટો રોડ અકસ્માત થયો છે. શિમાલથી ચાલીસ કિમી દૂર હિમાચલ પથ પરિવહન નિગમની બસ અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં ૮ લોકોના મૃત્યુ થયા છ. પોલીસે પણ લોકોના મૃત્યુની પુષ્ટિ આપી છે.
બસ હાઈવેથી લગભગ ૬૦૦ મીટર નીચે ખીણમાં પડી છે અને બસનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ દુર્ઘટના ઠિયોગ-હાઈકોટી હાઈવે પર છૈલા પાસે થઈ છે. અહીં ૐઇ્‌ઝ્રની બસ ખીણમાં પડી હતી. ઘાયલોમાં એક જણની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. સવાર બસમાં આશરે ૨૫-૩૦ લોકો સવાર હતા.
મળેલી માહિતી પ્રમાણે, બસ શિમલાથી ટિક્કર જઈ રહી હતી. પોલીસ અને મેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. બસનું ખીણમાં પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શિમલના એસપી પ્રવીર શર્માએ કહ્યુ હતું કે, સવારે સાડા આઠ વાગ્યે આ ઘટના ઘટી હતી, જેમાં આઠ લોકોની મોત થી છે. અને અકસ્માતની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY