લેફ.જનરલ રણબીર સિંહને કાશ્મીરમાં આતંકીઓના અંત લાવવાના સમૂહમાં સામેલ કરાયા

0
11

બે વર્ષ પહેલાં પાક.માં સર્જિકલ સ્ટ્રાઈકની મદદથી આતંકીઓનો ખાત્મો કરનાર
ન્યુ દિલ્હી,તા.૧
બે વર્ષ પહેલા પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈકની મદદથી આતંકવાદીઓનો ખાત્મો કરનાર લેફેટન્ટ જનરલ રણબીર સિંહને ભારતીય સેના તરફથી હવે નવી કામગીરી સોંપવામાં આવી છે. તેમને જમ્મુ-કાશ્મીરમાં આતંકાવાદીઓનો અંત લાવવાના સમૂહમાં સામેલ કરવામાં આવેલ છે.
પાકિસ્તાન વિરૂધ્ધ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ડીજીએમઓ તરીકે ફરજ બજાવનાર લેફ. જનરલ રણબીર સિંહએ શુક્રવારે સેનાના સૌથી મહત્વપૂર્ણ અધિકારી તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. લેફ. જનરલ રણબીર સિંહ લેફ. જનરલ દેવરાજ અંબુના સ્થાન પર નિમણુંક કરવામાં આવેલ છે, જેઓ સેનાના ઉપપ્રમુખ તરીકે નિમણુંક થયા છે.
સેનાની નૌ ડોગરના લેફ. જનરલ રણબીર સિંહ હવે નવા કમાન્ડર તરીકે ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરૂધ્ધ કમાન સંભાળશે. ૨૦૧૬માં ઁર્ંદ્ભમાં થયેલ સર્જિકલ સ્ટ્રાઈક અંગેની માહિતી જનરલ રણબીર સિંહએ મીડિયાને જાણકારી આપી હતી. જે પછી મીડિયામાં ડીજીએમઓ તરીકે તેમની ઘણી પ્રશંસા થઈ હતી.
રણબીર સિંહે ખૂબજ નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા. જે પછી તેમના કાકાએ તેમનો ઉછેર્યા હતા. તેઓ ભારતીય સેનામાં કર્નલ હતા. ડીજીએમઓ પછી લેફ. જનરલ રણબીર સિંહને પ્રમોશન આપી સ્ટ્રાઈક ૧ કોરના કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. આ ટીમ શોર્ટ નોટિસ પર પાકિસ્તાનમાં ઘુસીને હુમલો કરવા માટે હંમેશા તૈયાર હોય છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY