નસવાડી પોલીસ અને વડિયા ગ્રામજનો એ દારૂ ની ભટ્ઠીઓ તોડી 

0
276

નસવાડી તાલુકા ના વડિયા જેમલગઢ ની મહિલાઓ અને ગ્રામજનોએ નસવાડી પોલીસ ને સાથે રાખી દારૂ ની ભટ્ઠિઓ નો કર્યો નાશ મહિલાઓ રણચંડી બની

નસવાડી તાલુકા ના વડિયા ગામે આજરોજ બસો થી વધુ ના ગ્રામ જનો ના ટોળાએ મેન નદીના પટ મા ચાલતી દેશી દારૂઓ ની ભઠ્ઠી ઓ પર નસવાડી પોલીસ ને સાથે રાખી જનતા રેડ કરી હતી  ગ્રામજનો એ જણાવ્યું હતું કે આ દારૂ ના દૂષણ થી યુવાધન બરબાદ થાય છે આખો દિવસ ખેતર મા મજૂરી કરીને સાંજે આવીયે ત્યારે ગામના પુરુષો અને યુવાનો નશો કરીને ધમાલ કરી મારઝુડ કરે છે જેનાથી કંટાળી ને ગ્રામજનો એ આજરોજ મીટિંગ કરીને નસવાડી પોલીસ ને જાણ કરી આજે આ દારૂની ભટ્ટીઓ ઉપર રેડ કરીને મુદામાલ નસવાડી પોલીસ ને સોંપ્યો હતો ગામડાઓ મા દારૂ નું દુષણ વધી જતા વડીયા ગામ ની મહિલાઓ દ્રારા દારૂની ચાલતી ભઠ્ઠીઓ ઉપર તોડ ફોડ કરી હતી મહીલાઓ ના જણાવા મુજબ અમારા બાળકો ને સ્કુલ મા ભણવાનો પૈસા પણ નથી હોતા કે અમે અમારા બાળક ને શિક્ષણ આપીએ ઘર મા ખાવાનો પણ તકલિફ પડતીહોય છે અમારા ગામ માં બાહર થી આવેલા લોકોએ અમારાગામ ની દશા બગાડી નાખી છે જેથી નાના છોકરાઓ દારૂ ના રવાડે ચડી ગયા છે અમારૂ આખુ ગામ મા દારૂ ની વ્યસનથી મહીલઓ ને વધારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે જેથી અમે આજ રોજ ઘર કંકાસ થી થાકીને દારૂની ભઠ્ઠીઓ પરતોડ ફોડ કરી છે જેમા નસવાડી પોલીસ ને સાથે રાખીને દારૂ નો નાશનકરવા મા આવ્યો છે અને જો ફરીથી દારૂ ની ભઠ્ઠીચાલુ થશે તો ગામ ના લોકો રહી સાથે ફરી દારૂ ની ભઠ્ઠીઓ ની તોડફોડ કરશુ
નસવાડી પોલિસ દારૂ નો ગુનો નોધીને આગળ નો વધુ તપાસ હાથ ધરી છે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY