મુંબઇ,
અભિનેતા અરબાઝ ખાનની આજે પૂછપરછ કરવામાં આવ્યા બાદ આઈપીએલ સટ્ટાબાજીના મામલામાં બોલિવુડના અન્ય કેટલાક લોકો અને અન્ય જાણીતી હસ્તીઓના નામ સપાટી ઉપર આવે તેવી શક્યતા છે. પોલીસનું કહેવું છે કે ઉંડી તપાસ ચાલી રહી છે. પોલીસે એમ પણ કહ્યું છે કે ૪૧ વર્ષીય સોનુ જાલાનના અરબાઝ ખાન સાથે લાંબા સમયથી સંબંધો છે. બંને એકબીજાના જૂના મિત્રો છે. આ બુકી જ અરબાઝને સટ્ટામાંલઈ ગયો હતો. ત્યારબા અરબાઝે બુકીને ત્રણ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. અરબાઝ અને સોનુ વચ્ચેની મિત્રતા જાણી રહી હતી. કારણ કે બંને અનેક જુદા જુદા સામાજિક કાર્યક્રમોમાં પણ એકસાથે નજરે પડ્યા હતા. આ બંને એક સાથે વિદેશ પ્રવાસે પણ ગયા હતા. સટોડિયા સોનુનું વાત કરવામાં આવે તો તે મલાડમાં ત્રણ ફ્લેટ ધરાવે છે. સાથે સાથે સમગ્ર ભારતમાં પોતાની પ્રોપર્ટી ધરાવે છે. તે ખૂબ જ લકઝરી લાઈફ સ્ટાઈલ ધરાવે છે. ખૂબ કિંમતી કાર ધરાવે છે. કુખ્યાત બુકી પૈકીના એક તરીકે તેની ગણતરી થઈ રહી છે. ૨૦૧૩માં આઈપીએલ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો ત્યારે કેસમાં ઝડપી બોલર શ્રીસંત મુખ્ય આરોપી તરીકે ઉભરી આવ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના ઉપર આજીવન પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. તેની કેરિયર ખતમ થઈ ચુકી છે. જાલાન પાન ઈÂન્ડયા નેટવર્ક ધરાવે છે અને પાકિસ્તાન તથા અખાતી દેશો તેમજ યુરોપમાં પણ તેનું નેટવર્ક જામેલું છે. ૨૦૧૫માં ભ્રષ્ટાચારના કેસમાં પાંચની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી એક તે પણ હતો. તે વખતે અમદાવાદમાં ફરજ બજાવતા કેટલાક કસ્ટમ અધિકારીઓ સામે લાંચના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જાલાનનું રેકેટ ૧૦૦૦ કરોડથી ઉપરનું છે અને આ મામલામાં હજુ પણ નવા ખુલાસા થઈ રહ્યા છે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





