પહેલા-બીજા ધોરણના બાળકોના દફ્તરનો ભાર ઘટાડવા હોમવર્ક ન આપો

0
30

મદ્રાસ,તા.૩૦
મદ્રાસ હાઈકોર્ટે નાના બાળકો પર તેમના દફતર અને હોમવર્કનો બોજા હટાવવાના નિર્દેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કÌšં છે કે બાળકો વેટલિફ્ટર નથી અને બાળકો પુસ્તકો ભરેલી સ્કૂલબેગ વેંઢારનાર પણ નથી.
મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને તમામ રાજ્યોના પહેલા અને બીજા ધોરણના બાળકોના દફતરનો ભાર ઘટાડવા અને હોમવર્ક નહીં આપવાનો નિર્દેશ આપવા માટે જણાવ્યું છે.
હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચાર સપ્તાહમાં આના અમલીકરણનો રિપોર્ટ આપવા માટે પણ નિર્દેશ કર્યો છે. પોતાના વચગાળાના આદેશમાં મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકારનો જણાવ્યુ છે કે તેઓ સુનિશ્ચિત કરે કે બાળકોના દફતરનું વજન બાળકોના વજનના દશ ટકાથી વધુ હોવું જાઈએ નહીં.
જસ્ટિસ એન. કિરુબકરણે તેલંગાણા અને મહારાષ્ટ સરકરના આદેશને ટાંકીને કેન્દ્ર સરકારને હુમક ફરમાવ્યો છે કે તેઓ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચિલ્ડ્રન સ્કૂલ બેગ પોલિસી લાગુ કરવાના નિર્દેશ આપે.
મદ્રાસ હાઈકોર્ટે સીબીએસઈ, બોર્ડના પ્રાદેશિક અધિકારી અને એસોસિએશન ઓફ મેનેજમેન્ટ ઓફ પ્રાઈવેટ સ્કૂલને નિર્દેશ આપ્યા છે કે તેઓ એનસીઈઆરટી પુસ્તકોનો જ અભ્યાસ કરવા કહે અને તેનો જ ઉપયોગ કરે. જસ્ટિસ કિરુબકરણે અરજદાર અને વકીલ એમ. પુરુષોત્તમનની અરજી પર ચુકાદો ફરમાવ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટે રાજ્યના બોર્ડોની સ્કૂલોને ચુકાદો લાગુ કરવા જણાવ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યુ છે કે પહેલા અને બીજા ધોરણના બાળકોને ભાષા અને ગણિત સિવાય અન્ય કોઈપણ વિષયને ભણાવવામાં આવે નહીં. જ્યારે ત્રીજાથી પાંચમા ધોરણ સુધીના બાળકોને ભાષા, ઈવીએસ અને ગણિતનો અભ્યાસ કરાવવામાં આવે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY