ગરુડેશ્વર ના બોરિયા આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી

0
223

રાજપીપલા,
૨૧/૦૩/૨૦૧૮

ખાસ રસી કરણ ઝુમ્બેશ કાર્યક્રમ અંતર્ગત કુલ 48 લાભાર્થીઓ એ લાભ લીધો 

રાજપીપલા : ગરુડેશ્વર ના બોરિયા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા દિવસ નિમિત્તે બુધવારે નર્મદા જિલ્લા કલેક્ટર આર એસ નિનામા ની ઉપસ્તીથી માં ખાસ રસીકરણ ઝુમ્બેશ નો કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.કે.પી.પટેલ,ગરુડેશ્વર મામલતદાર મેહુલ વસાવા તાલુકા આરોગ્ય અધિકારી ર્ડો.એ કે સુમન જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ર્ડો. સમતેશ્વર ચૌધરી ,મેડિકલ ઓફિસર ર્ડો.મનીષાબેન વસાવા સહીત આરોગ્ય કર્મચારીઓ આગેવાનો સહીત સગર્ભા બેહનો,ધાત્રી બેહનો ,તેમજ રસીકરણ માટેના લાભાર્થીઓ બાળકો હાજર રહ્યા હતા 

કાર્યક્રમ માં રસીકરણ માં આવરી લેવાયેલા 33 બાળકો ને અલગ અલગ રસી આપવામાં આવી તથા 15 સગર્ભા બેહનો ને ધનુર વિરોધી રસી અપાઈ હતી આમ આ કાર્યક્રમ માં કુલ 48 લાભાર્થીઓ એ લાભ લીધો હતો કાર્યક્રમ માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય અંતર્ગત કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY