ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાન સરહદ નજીક નોંધાયુ
ગુવાહાટી,તા.૨
અરૂણાચલ પ્રદેશમાં આજે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા. બપોરે લગભગ ૧૨ વાગે અરૂણાચલમાં તેજૂથી ૧૧૪ કિ.મી દૂર આ ભૂકંપ આવ્યો.
રિક્ટરના આધારે ભૂકંપની તીવ્રતા ૫.૨ માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ડરના માર્યા મકાનોની બહાર આવી ગયા. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાન થયુ હોવાની માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ૯મેએ ઉત્તર ભારતના અધિકાંશ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની રિક્ટર તીવ્રતા ૬.૧ માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાન સરહદની નજીક હતો.
હવામાન વિભાગના એક અધિકારીએ જાણકારી આપતા જણાવ્યુ કે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હી અને દ્ગઝ્રઇમાં ભૂકંપના મધ્યમ આંચકાનો અનુભવ થયો.
શ્રીનગરના હવામાન વિભાગના અધિકારી અનુસાર ભૂકંપના આંચકા ઘાટી અને જમ્મુ વિસ્તારમાં અનુભવાયા. ઘણી જગ્યાઓએ લોકો ડરથી પોતાના ઘર, ઓફિસોમાંથી બહાર નીકળી ગયા. તેમણે કહ્યુ કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાન વિસ્તારમાં ૯૬ કિ.મી ઉંડાઈમાં આવેલુ હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







