સરકારી બેંકોને થયેલા નુકસાનથી સરકારના ૧૩ અરબ ડોલર ડૂબ્યા : ફિચનો અહેવાલ

0
5

ન્યુ દિલ્હી,તા.૨
સાર્વજનિક ક્ષેત્રની બેંકોને ૨૦૧૭-૧૮માં થયેલા નુકસાનથી સરકારની આ બેંકોમાં કરવામાં આવેલું આશરે ૧૩ અરબ ડોલરનું મૂડીરોકાણ એક રીતે નિષ્ફળ ગયું છે. ચાલુ વર્ષે પણ આ સ્થિતિમાં સુધારની આશા નથી. આમ રેટિંગ એજન્સી ફિચનું કહેવું છે. ફિચે ચેતવણી આપી છે કે મોટાં નુકસાનું કારણ બેંકોની વ્યવહાર્યતા રેટિંગથી પ્રભાવિત થશે. ફિચે કહ્યુ કે સરકારી બેંકોના નુકસાન ગયા વર્ષે વધું રહ્યાં હતા. એમાં સરકાર દ્વારા નાંખવામાં આવેલું મૂડીરોકાણની તમામ ધનરાશિ ૧૩ અરબ ડોલર પૂરેપૂરી ડૂબી ગઈ છે. એવું નબળું પ્રદર્શન આ વર્ષે પણ ચાલુ રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રેટિંગ એજન્સીએ કહ્યુ કે બેંકોના નબળાં પરિણામનું કારણ એનપીએની ઓળખ કરવાના નિયમોમાં કરવામાં આવેલું સંશોધન છે. ફિચે કહ્યુ કે ૧૨ ફેબ્રુઆરીના સંશોધન બેંકોના તે ખાતાઓને ચોખ્ખા કરવાની કવાયત છે. અને એમાં લાંબી સમયાવધિમાં બેંકોની સ્થિતિમાં સુધાર થશે. આ સંશોધનોનું કારણથી નાણાં વર્ષમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ઋણમાં સતત વધારો ૪.૩ ટકા થઈ ગયો, જે એ પહેલાના વર્ષમાં ૨૫. ટકા જેટલો હતો. તો આ દરમિયાન કુલ બેંકિંગ ક્ષેત્રના એનપીએ અપેક્ષાથી વધારે ઝડપથી વધીને ૧૨.૧ ટકા થઈ ગયા જે એક વર્ષ પહેલા ૯.૩ ટકા પર હતા.
સાર્વજનિક ક્ષેત્રમાં બેંકોની સરેરાશ એનપીએ ૧૪.૫ ટકા જેટલું વધ્યું છે. આઈડીબીઆઈ બેંક, યૂકો બેંક અને ઈન્ડિયન ઓવરસિઝ બેંકના એનપીએ ૨૫ ટકા સુધી પહોંચી ગયા છે. નાણા વર્ષ દરમિયાન ૨૧માંથી ૧૯ સાર્વજનિક બેંકોને નુકસાન થયું. આમાં દેશની સૌથી મોટી બેંક પણ શામેલ છે. ખાનગી ક્ષેત્રની બેંક પણ આ સ્થિતિથી અછૂતી રહી નથી. એક્સિસ બેંકને પહેલી વાર ત્રિમાસિક નુકસાન થયું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY