ઉપલેટા શહેર તથા આજુબાજુના ૧૫ જેટલા ગામડાંઓને પાણી પુરૂ પાડતી જીવાદોરી સમાન મોજ ડેમમાં પાણીના નવા નીર આવતાં શહેર તથા ગામડાઓમાં બધા જ લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે
ઉપલેટા:
ઉપલેટા શહેરથી ૧૫ કિલોમીટર દૂર આવેલા ઉપલેટા શહેરને તથા ડેમ આસપાસના ૧૫ જેટલા ગામડાંઓને પીવાનું તથા સિંચાઈ માટે પાણી પૂરું પાડતા ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલા જીવાદોરી સમાન મોજ ડેમમાં વરસાદ પહેલા ૧૬.૨૦ પાણી હતું. જેમાં વરસાદથી ૨૩.૬૦ ફૂટ પાણીની આવક થતા ખેડૂતો, શહેરીજનો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. હાલ ડેમની પાણીની સપાટી ૩૯.૬૦ ફૂટે પહોંચી છે. આ મોજ ડેમની કુલ ઊંડાઈ (સપાટી) ૪૪ ફૂટ છે. પરંતુ હવે જે ડેમ ભરાશે તેનો સ્ત્રાવ વિસ્તાર વધતો જ જશે. હજુ ૩૦ ટકા જેટલો ડેમ ખાલી કહેવાય. ભૂતકાળમાં આ ડેમ સૌરાષ્ટ્ર રાજ્યનો કહેવાતો. આ મોજ ડેમ(જળસીંચન), યોજના બંધ (ડેમ) નું કામ તા. ૧૨/૫/૧૯૫૨ ના રોજ શરૂ કરવામાં આવેલ. આ યોજનાના બંધ(ડેમ) નું કામ તા. ૩૧/૭/૧૯૫૪ ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જ્યારે નહેર (કેનાલ) નું કામ તા. ૩૦/૧૧/૧૯૫૫ ના રોજ પૂર્ણ કરવામાં આવેલ. ત્યારની સૌરાષ્ટ્ર સરકારે આ યોજના માટેનો સમગ્ર ખર્ચ ૯૬,૪૫,૩૯૫/- રૂપિયામાં કરેલ અને નહેર (કેનાલ) ના કામનો ખર્ચ રૂ. ૧૬,૦૦,૦૦૦ માં થયેલ હતું. આ ડેમમાં ૨૭ દરવાજાઓ આવેલા છે. આ ડેમની નદીનું સ્ત્રાવ ક્ષેત્ર ૧૭૦ ચો.માઈલ છે. ડેમની સંગ્રહ શક્તિ ૧૨૯૫ mc ft (ફૂટ) છે.

આ બંધની લંબાઈમાં જોઈએ તો મુખ્ય બંધ ૧૦૧૮ ફૂટ, નાની બંધ – ૩૦૬૦ ફૂટ અને વેસ્ટ વિયર – ૧૦૦૦ ફૂટ છે. બંધની વધારે માં વધારે ઊંચાઈ ૯૮ ફૂટ છે. પુર વખતે તળાવના પાણીનો વિસ્તાર ૩૪૦૦ એકર છે. જેમાં પેય ક્ષેત્ર ૩૦૦૦૦ એકર છે અને પિત ક્ષેત્ર ૧૫૦૦૦ એકર છે. જ્યારે નહેરના કામ જોઈએ તો મુખ્ય નહેરની લંબાઈ ૧૫ માઈલ છે અને શાખા નહેરોની લંબાઈ ૩૭ માઈલ છે. આ નહેરોથી ૧૫ જેટલા ગામોને ખેતી સિંચાઈ માટે પાણી મળે છે. આ યોજનાનું જ્યારે બાંધકામ થયું ત્યારે મુખ્ય ઈજનેર તરીકે શ્રી યુ.જે.ભટ્ટ, અધિક્ષક ઈજનેર તરીકે શ્રી એ.પી.મહેતા, કાર્યપાલક ઈજનેર તરીકે શ્રી એમ.એચ.વરવારીયા અને શ્રી એન.એન.સંઘવી એ કામગીરી બજાવેલ હતી. અને આ બંધ ના કોન્ટ્રાકટર તરીકે મેસર્સ ધી મોડર્ન કન્સ્ટ્રકશન કં. લી. એ કરેલ હતું. અત્યારે આ મોજ ડેમ પર સેકશન ઓફિસર તરીકે હિરેનભાઈ જોષી અને કર્મચારી તરીકે શૈલેષભાઈ રૂપાપરા, માવાણીભાઈ અને લખમણભાઈ કરમટા, બગડાભાઈ પોતાની ફરજ બજાવે છે.
રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/9016498309
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





