પોસ્ટ ઓફિસે ટપાલો ના ઢગ વધ્યા, લોકોની પરેશાની વધી, ટપાલ વિતરણ કરવા સાંસદ ની સૂચના
રાજપીપળા : ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ગત 24 તારીખથી અચોક્કસ મુદતની દેશ વ્યાપી હડતાલ નો પ્રારંભ થતા સમગ્ર દેશમાં પોસ્ટલ સેવાઓ ખોરવાઈ ગઈ છે.જેમાં નર્મદા જિલ્લાના પણ 200 થી વધુ કર્મચારીઓ ગ્રામીણ ડાક સેવકો જોડાયા છે.રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતે એક મિટિંગ કરી મોટી સંખ્યામાં રાજપીપળાના જાહેર માર્ગ પર રેલી યોજી જિલ્લા કલેક્ટર નર્મદાને પ્રધાનમંત્રીને સંબોધતું આવેદન પત્ર પણ આપ્યું હતું.પરંતુ આ આવેદન આપ્યા બાદ પણ સરકાર દ્વારા ગ્રામીણ પોસ્ટ કર્મચારીઓ માટે વિચાર ના કરતા હાલમાં પણ આ હડતાલ ચાલુ છે.અને તેની વિપરીત અસર નર્મદા જિલ્લાના ગામડાઓમાં પડી રહી છે.સરકારની વિવિધ યોજનાઓ માટે આધાર કાર્ડ જરૂરી છે ત્યારે કેટલાય લોકો આધાર કાર્ડ માટે,કેટલાક લોકો બેંકની ચેકબુક માટે તો કેટલાક બેરોજગરો તેમની નોકરીના કોલ લેટરની કાગડોળે રાહ જોઇને બેઠા હોય છે.હાલ તો સમગ્ર ભારતની સાથે સાથે નર્મદા જિલ્લાના ગામડાઓ પણ ટપાલીની રાહ જોતા થઇ ગયા છે.જોકે આ અંગે ટપાલીઓનું કહેવું છે કે અમારી માંગણી પુરી નહિ થાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું.જયારે આમ જનતાનું કહેવું છે કે આ હડતાલનો અંત આવે તો સારું કેમ કે અમારા કેટલાય કોલ લેટર અને આધારકાર્ડ સહીતના અગત્યના ડોકયુમેન્ટ અટવાયા છે.ત્યારે સરકાર અને ટપાલીઓની આ લડાઈમાં જનતા ભીસાઈ રહી હોય તેમ હાલ તો લાગી રહ્યું છે.
બોક્ષ : આ મામલે કોલ લેટર લેવા ધક્કા ખાતા એક યુવાનના પિતા ભુપેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે આજે મારા દીકરા ને 4 થી 5 જગ્યા એ ઇન્ટરવ્યૂ આપ્યું છે.જેનો કોલ લેટર લેવા માટે હું 5 દિવસથી પોસ્ટના ધક્કા ખાઈ રહ્યો છું.પરંતુ આ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા મારા દીકરાના ભવિષ્યનું શું થશે એ ખબર પડતી નથી.વહેલી તકે સરકાર આ કર્મચારીઓનો નિકાલ લાવે એવી ઈચ્છા રાખું છું.
બોક્ષ : આ હડતાલ ને કારણે ઘણા લોકો અટવાયા છે અને જેનાથી કોઈની નોકરી, કોઈનું એડમિશન પણ કોલ લેટર અટવાતા રહીજાય ત્યારે હજુ હડતાલ અચોક્કસ મુદતની હોય આ અંગે સ્થાનિક આધિકારીઓને અગત્યની ટપાલો વિતરણ કરવા સૂચના આપી છે બાકી આવી ટપાલોની રાહ જોતા યુવક યુવતીઓએ જાતે સંપર્ક કરવો >>>> મનસુખ વસાવા (સાંસદ, ભરૂચ )
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





