ટેસ્ટોસ્ટેરોન વધુ હોય તે વ્યક્તિને ગુસ્સો વધુ આવે છે
ધરાવે છે
ટાક્યો,તા.૨
જે વ્યક્તિમાં સેક્સનાં હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય તેવી વ્યક્તિ ઓછી ધાર્મિક વૃત્તિ ધરાવતી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. વૃદ્ધ વ્યક્તિઓમાં મોટી ઉંમરને કારણે ટેસ્ટોસ્ટેરોનનાં હોર્મોન્સનું પ્રમાણ ઓછું હોય છે તેથી તેમનામાં ધાર્મિક વૃત્તિ વધારે જાવા મળે છે તેમ કેનેડા ખાતે મોન્ટ્રિઅલની મેકગિલ યુનિર્વિસટીના સંશોધકોએ જણાવ્યું હતું. અગાઉના અભ્યાસમાં એવું જણાયું હતું કે વ્યÂક્તની વધતી ધાર્મિક વૃત્તિ પાછળ વધતી ઉંમર અને બાયોલોજિકલ મિકેનિઝમ કામ કરે છે.
સંશોધકો દ્વારા ૨૦૦૫-૦૬ અને ૨૦૧૦-૧૧ના ગાળામાં નેશનલ સોશિયલ લાઇફ, હેલ્થ અને એજિંગ પ્રોજેક્ટના પ્રવાહ અને વલણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેના એકઠા કરેલા ડેટા પરથી ઉપર મુજબ તારણ કાઢવામાં આવ્યું હતું. લોકોની સામાજિક લાઇફમાં શારીરિક આરોગ્ય મહત્વની ભૂમિકા નિભાવતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં ૫૭થી ૮૫ વર્ષની વયનાં ૧,૦૦૦ લોકોનો અભ્યાસ કરાયો હતો, જેમાં તેમનાં વજન, ઊંચાઈ, લાળ અને લોહીના નમૂના તપાસવામાં આવ્યા હતા. તેઓ દિવસમાં કેટલી વખત પૂજાપાઠ કરે છે અને ધર્મને લગતી ક્રિયા કરે છે તેની માહિતી મેળવવામાં આવી હતી. જે વ્યક્તિમાં સેક્સને લગતા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ વધુ હતું અને ડિહાઇડ્રોએપિએન્ડ્રોસ્ટેરોનનું પ્રમાણ વધુ હોય તેઓ ધર્મમાં વધારે રસ અને રુચિ ધરાવતાં નથી તેવું જણાયું હતું.
ટેસ્ટોસ્ટેરોન નામનાં હોર્મોન્સ પુરુષમાં સેક્સની રુચિ અને માત્રા વધારે છે અને તેનામાં વધુ શુક્રાણુઓ પેદા થાય છે. તેની પ્રજનનશક્તિમાં વધારો થાય છે. તે ટેસ્ટ્સ અને પ્રોસ્ટેટને અસર કરે છે, જ્યારે ડ્ઢઁઈછ દ્વારા પુરુષની ત્વચા ઓઇલી બને છે અને તેનાં શરીરની ગંધમાં ફેરફાર થાય છે, તેનાં બાવડાં વધારે મજબૂત બને છે. જે વ્યક્તિમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય તેઓ અસામાજિક પ્રવૃત્તિ વધુ કરતાં હોવાનું જાણવા મળે છે. આવી વ્યક્તિ વધુ ગુસ્સો કરતી હોય છે અને લગ્નમાં છેતરપિંડી કરતી હોય છે, આથી આવી વ્યક્તિઓએ સામાજિક બાબતોમાં વધુ સંયમ જાળવવો જરૂરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





