ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા જ માસ્ટર ઓફ રોસ્ટર છે: સુપ્રીમ કોર્ટ

0
80
સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ એકે સિકરી અને અશોક ભૂષણની બે સભ્યોની બેચે જણાવ્યું
સુપ્રીમ કોર્ટે આજે પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે, તે વાત પર કોઇ મતભેદ નથી. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા જ માસ્ટર ઓફ રોસ્ટર છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકિલ શાંતિ ભૂષણની અરજીને ફગાવતા કહ્યું કે, કેસોની ફાળવણીમાં મુખ્ય ન્યાયધિશનો અર્થ ભારતના મુખ્ય ન્યાયધીશ છે નહી કે કોલેજિયમ. સુપ્રીમે કહ્યું કે, મામલાને અલગ-અલગ બેચોને ફાળવવા તેમની પાસે અધિકાર હોય છે. આ મામલે ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ એકે સિકરી અને અશોક ભૂષણની બે સભ્યોની બેચે કહ્યું કે, CJIની ભૂમિકા સમક્ષકો વચ્ચે મુખ્ય હોય છે અને તેમના પર મામલાને ફાળવવાનું વિશિષ્ટ દાયિત્વ હોય છે. મુખ્ય ન્યાયધીશ સૌથી સિનિયર ન્યાયધિશ હોવાથી કોર્ટના વહીવટનું નેતૃત્વ કરવાનો અધિકાર રાખે છે. જેમાં મામલાઓની ફાળવણીનો પણ સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે, અરજીકર્તાની તે વાત સ્વીકારી નહી શકાય કે, કેસોની ફાળવણીમાં CJIએ કોલેજિમને માને.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY