વાતાવરણમાં પલટો: અમરેલી, ભાવનગરમાં ધોધમાર વરસાદ

0
17

અમદાવાદ,
ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં આજે જારદાર પલ્ટો આવ્યો હતો અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તો પ્રિ-મોનસુનની જારદાર શરૂઆત થઈ હતી. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ થતા કાળઝાળ ગરમીથી એકાએક રાહત મળી છે. સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પણ છવાઈ ગઈ છે. એકબાજુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે વરસાદ થયો છે. જેના પરિણામ સ્વરૂપે નાવલી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘોડાપુરના કારણે એક મારૂતી કાર તણાઈ ગઈ હોવાના અહેવાલ મળ્યા છે. જાકે તેમાં રહેલા લોકોનો બચાવ થયો છે. સાવરકુંડલામાં તીવ્ર પવન સાથે વરસાદ થયો હતો. વાવાઝોડાના કારણે કેટલાકના ઘરોના પતરા ઉડી ગયા હતા. અમરેલી ઉપરાંત ભાવનગરમાં જિલ્લાના ગારીયાધારમાં પણ મેઘરાજાની જારદાર એન્ટ્રી થઈ હતી. વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. અમરેલીમાં ભારે વરસાદના કારણે નાવલી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. આજે જે વિસ્તારમાં વરસાદ થયો છે તેમાં અમરેલી, ભાવનગર, ગારીયાધાર, ડાંગ, સાપુતારાનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં બે ઈંચથી પણ વધુ વરસાદના અહેવાલ મળ્યા છે. સૌરાષ્ટ્ર સ્થિતિ અમરેલી અને ભાવનગરના આસપાસના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. બીજી બાજુ હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. જેથી તાપમાનમાં પણ ઘટાડો થશે. આગામી બે દિવસ દરમ્યાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગો તથા કચ્છમાં પારો ૪૦ થી ૪૩ વચ્ચે રહી શકે છે. હાલમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે રોગચાળામાં વધારો થયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૨૬ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૪૭ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૨૬ દિવસમાં ૨૫૩ અને ટાઇફોઇડના ૨૯૭ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૬ દિવસના ગાળામાં ૩૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. મે ૨૦૧૭ દરમિયાન લીધેલા ૬૪૨૧૭ લોહીના નમૂના સામે ૨૬મી મે ૨૦૧૮ સુધીમાં ૬૯૪૩૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી વચ્ચે હવે તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. સવારના સમયમાં વાદળછાયુ વાતાવરણ પણ જાવા મળી રહ્યું છે. અમદાવાદમાં આજે સવારમાં વરસાદી માહોલ દેખાય છે જેના લીધે ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે. જા કે, બપોરના ગાળામાં હજુ પણ લોકોને રાહત મળી નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે પણ સુરેન્દ્રનગરમાં જ ૪૩ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં લોકો બિનજરૂરીરીતે ઘરની બહાર નિકળ્યા ન હતા પરંતુ ઘરમાં પણ લોકોને તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો.

S.S.S

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY