દેહ વ્યાપાર માટે કુખ્યાત વાડિયાગામની ૨ દીકરીઓના લગ્ન એનજીઓ કરાવશે

0
63

બનાસકાંઠા,તા.૨
બનાસકાંઠા જિલ્લાના વાડિયાગામની બે દીકરીઓના લગ્નની સહાય માટે સોશિયલ મીડિયા પર અપીલ કરાઈ હતી. જે અપીલથી સોશિયલ મીડીયાના માધ્યમથી એક જ દિવસમાં ૩.૫૦ લાખથી વધુ દાન દીકરીઓના લગ્ન માટે મળ્યું છે. આ દીકરીઓના લગ્ન એક એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાનુ આ ગામ દેહ વ્યાપાર માટે કુખ્યાત છે, પરંતુ આ સોશિયલ મીડિયાના અપીલથી આ દીકરીઓ સારા રસ્તે જાય તેવો એનજીઓ દ્વારા સરાહનીય પ્રયાસ હાથ ધરાયો છે.
તમને જણાવી દઈએ કે, ઘણી જગ્યાએ ગોરખઘંઘા થઇ રહ્યા છે, ત્યારે આ વાડિયા ગામ પણ દેહ વ્યાપાર માટે કુખ્યાત છે. જયારે હવે દીકરીઓ સારા રસ્તે જાય તે માટે આવા પ્રયત્નો થઇ રહ્યા છે. આ ગામની બે દીકરીઓના લગ્નની સહાય માટે સોશિયલ મીડિયા પર અપીલ કરાઈ હતી ત્યારે એક જ દિવસમાં દાતાઓ દ્વારા દીકરીઓને સારા રસ્તે મોકલાવા ૩.૫૦ લાખથી પણ વધુ દાન મળત્ય હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY