એસબીઆઈએ માલ્યાની પ્રોપર્ટીની હરાજી કરી ૯૬૩ કરોડની વસૂલાત કરી

0
8

ન્યુ દિલ્હી,તા.૬
બેંકોએ વિજય માલ્યાની ભારતમાં આવેલી સંપત્તિઓ વેચીને ૯૬૩ કરોડ રૂપિયા વસૂલ કરી લીધા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ)ના એમડી અરિજિત બસુએ શુક્રવારે આ જાણકારી આપી. બસુએ જણાવ્યું કે લંડનમાં પણ રિકવરીના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈકોર્ટે બ્રિટનના એનફોર્સમેન્ટ ઓફિસરને લંડનની પાસે હર્ટફોર્ડશાયરમાં માલ્યાની પ્રોપર્ટીમાં તલાશી અને જપ્તીની મંજૂરી આપી દીધી છે. આ આદેશ ભારતીય બેંકોના પણ પક્ષમાં છે. ભારતીય બેંકો માટે હવે વિદેશમાં માલ્યાની સંપત્તિ ફ્રીઝ કરી વસૂલાત કરવી સરળ થઈ જશે.
એસબીઆઈના એમડીએ કÌšં કે માલ્યા પર બાકી રકમની સમગ્ર વસૂલાત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને બ્રિટિશ કોર્ટના ચુકાદા બાદ આશા છે કે રકમનો મોટો હિસ્સો મળી જશે. એસબીઆઈના નેતૃત્વમાં ૧૩ બેંકોના કંજાર્શિયમે માલ્યાની કિંગફિશર એરલાઇન્સને લોન આપી હતી. ૩૧ જાન્યુઆરી ૨૦૧૪ સુધી માલ્યા પર બેંકોના રૂ. ૬,૯૬૩ કરોડ બાકી છે. પ્રોપર્ટી ૨૦૧૬ સુધી આ રકમ લગભગ ૯,૦૦૦ કરોડ થઈ ગઈ. લોન ચૂકવણીનું દબાણ વધ્યું તો માર્ચ ૨૦૧૬માં માલ્યા વિદેશ ભાગી ગયો.
ભારતમાં માલ્યા પર મની લોન્ડ્રિંગનો પણ કેસ ચાલી રહ્યો છે. હાલમાં જ તેણે પોતાની ઉપર લાગેલા આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. તેણે ભારતમાં પોતાની પ્રોપર્ટીને ઈડીના કબજાથી રિલીઝ કરવાની અપીલ કરી જેથી તેને વેચી બેંકોનું દેવું ચૂકવી શકે. પરંતુ ઈડીએ તેની મંજૂરી આપવાની ના પાડી દીધી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY