ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે બેદરકાર કારચાલકે ત્રણને હડફેટે લીઘા

0
45

ભુજ શહેરના જયુબિલી ગ્રાઉન્ડ પાસે પુરપાટ દોડતી કારે ત્રણ જણને હડફેટે લેતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર કાર નં.જી.જે.૧૨ ડીએ. ૯૧૧૧ ના કારચાલકે આરીફ ફકીરમામદ ચાકી,રહે.દુર્ગાપુર, માંડવી જેન્તીલાલ ઉમરશી ભાનુશાલી રહે.જેષ્ઠા નગર, ભુજ.અને હેમરાજસિંહ સોઢા રહે.કોલેજ રોડ,જય નગર ભુજ ને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ રોડ ખસેડાયા હતા.અકસ્માત માં એક વ્યક્તિની પગની આંગળીઓ કપાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું અને અકસ્માત બાદ કારનો ચાલક વાહન લઈને નાશી ગયો હતો પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવા નું જાણવા મળી રહ્યું છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY