ઉપલેટા એસટીમાં ૨૯ વર્ષથી ફરજ બજાવતા બે કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

0
108

ઉપલેટા: આજરોજ તા. ૩૦/૬/૨૦૧૮ ને શનિવારના રોજ નિવૃત થતા આહિર ભરતભાઈ ઘુલ છેલ્લા ૨૯ વર્ષ વર્ષથી એસટીમાં પોતાની નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સને 1989 માં કંડકટર તરીકેની પરીક્ષાઓ પાસ કરી જોડાયા હતા. તેઓ બધા સાથે સંબંધ કેળવનાર અને મીઠાસવાળી બોલીના નિષ્ણાંત હતા. તેમની નોકરી દરમ્યાનની નિષ્ઠા અને પ્રમાણિકતાને ધ્યાને લઈ છેલ્લા પાંચ વર્ષથી TC (ટ્રાફિક કન્ટ્રોલર) તરીકે ઉપલેટામાં જ પ્રમોશન મેળવ્યુ હતું. જ્યારે તેમની સાથે સાથે નાથાભાઈ કટારા પણ સને ૧૯૮૯માં ડ્રાઈવર તરીકે જોડાયા હતા.

જેઓ બંને આજે વયમર્યાદાને કારણે નિવૃત થતા હોવાથી તેમનો બંનેનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં જૂનાગઢ એસટી ડિવિઝન કર્મચારી મંડળના પ્રમુખ ગભરૂભાઈ લાલુ, મહામંત્રી દિલીપભાઈ રવૈયા, ઉપપ્રમુખ વી.કે. ભાદરકા, એડિશનલ જનરલ સેક્રેટરી વિનુભાઈ વરૂ, ક્રેડિટ સોસાયટીના પ્રમુખ વિનુભાઈ રાવલિયા, નરેન્દ્રભાઈ ગઢવી તેમજ અન્ય સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ ગોધમ, કપિલભાઈ સુવા, ભાવેશભાઈ ચંદ્રવાડિયા, મેણસીભાઈ સોલંકી, નારણભાઈ પપાણીયાએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 PRESS card આપવામાં આવશે 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY