પવિત્ર રમઝાન માસ નિમિિત્તે રાજપીપલા ના વડફળિયા વિસ્તાર માં ભવ્ય ઈફ્તારપાર્ટી નું આયોજન કરવામાં આવ્યું

0
213

રાજપીપળા: રમઝાન માહિનો મુસ્લિમો માટે તમામ મહિના ઓ માં સૌથી વધુ ધાર્મિક મહિમા ધારેવે છે, આ મહિના માં રોઝા રાખવામાં આવે છે જેમાં રોજદારો મળસ્કે સુરજ ઉગતા પહેલા થી સાંજે સુરજ આથમતા સુધી ભૂખ્યા રહી અલ્લાહ ની બંદગી કરતા હોય છે. આમહીના માં રોજદારો ને રોજા છોડાવવા નું પણ ઘણું મહત્વ છે જેનું પુણ્ય વિશેષ છે ઉપરાંત ગરીબ અને યતિમ તેમજ વિધવાઓ ને દાન કરવા ઉપર પણ આ મહિના માં ભાર આપવામાં આવ્યો છે

ગતરોજ સાંજે રાજપીપલા ના વડફળિયા વિસ્તાર માં ગૌસિયા યંગ કમિટી તરફથી ભવ્ય ઇફતાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 400 થી વધુ રોજદારો ને રોજા ઇફતાર કરાવવામાં આવ્યા હતા, આ પ્રસંગે સમાજના આગેવાનો, બાળકો સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

વિસ્તાર ના ધાર્મિક અગ્રણી એવા નઇમ બાપુ એ જણાવ્યું હતું કે રમઝાન મહિનામાં દાન અને ગરીબો ની સેવાનું ઘણું મહત્વ છે અને જે યુવાનો એ ઇફતાર પાર્ટી નું આયોજન કરી સૌ ને એક સાથે ભેગા કર્યા તે પ્રસંશનીય છે અને આગળ પણ આવા પ્રોગ્રામો થકી સમાજ ની સેવાનું કામ કરે તેવી આશા વ્યક્ત કરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY