આજ રોજ ભરૂચના સી.એમ. પાર્ટી ખાતે ભરૂચ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત સાત દિવસીય પર્યાવરણ જતન અને સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ ભરૂચ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા ના વરદ હસ્તે કરાયો હતો

આજે ૫ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વમાં આજના દિવસે પર્યાવરણને બચાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે આજે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને ભરૂચ નગરપાલિકા તથા જી.પી.સી.બી ભરૂચ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ કંપની દહેજના સહયોગ થી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે BEAT PLASTIC POLLUTION ની થીમ પર જિલ્લા કક્ષાની પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જનજાગૃતિ અર્થે નીકળેલ રેલીનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા કલેકટર રવીકુમાર અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી સિપ્રા અગ્રે,નગર પાલિકાના પ્રમુખ આર.વી.પટેલ,મુખ્ય અધિકારી સંજય સોની અને નગરપાલિકા ના સભ્યો ના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ જન જાગૃતિની રેલીને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રેલી ભરૂચ ના સી.એમ.પાર્ટી પ્લોટ થી નીકળીને સિવિલ હોસ્પિટલ થઈને પંડિત ઓમકારનાથ હોલ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરપાલિકા ના સભ્યો-કર્મચારીઓ,એન.જી.ઓ અને મોટી સાંખ્યમાં બાળકો અને યુવાનોઓ એ હાજર રહી સફાઈ અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






