નખશીખ સંઘ કાર્યકર નીતિન ગડકરીની વહીવટકાર તરીકેની ક્ષમતા અંગે ક્યારેય કોઇને શંકા નહોતી અને તેમના સરકારમાં વજન અંગે પણ સંદેહ નથી. તેમની પરિપક્વતા અંગે પણ અત્યાર સુધી શંકા નહોતી. અલબત્ત, હમણા થોડા સમયથી તેઓ અચાનક જ ઘણી મુલાકાતો આપવા માંડ્યા છે અને એમાં ઘણું બોલવા માંડ્યા છે. આમાં તેમણે તનુશ્રી દત્તા દ્વારા કરવામાં આવેલા જાતીય આરોપોનો સામનો કરી રહેલા નાના પાટેકરને આપેલી મુલાકાતમાં બફાટ કરી નાખ્યો. તેમણે એવી વાત કરી નાખી કે મોદીમાં શ્રદ્ધા ધરાવનારાઓનું તો દિલ જ તૂટી જાય. નાનાને આપેલી મુલાકાતમાં તેમને દરેકના બૅંક ખાતામાં રૂ.૧૫ લાખ જમા કરાવવામાં આવશે એવા નરેન્દ્ર મોદીએ આપેલાં વચન અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું હતું કે, અમને એવો વિશ્ર્વાસ હતો કે અમે સત્તા પર નહીં આવીએ તેથી અમને મોટાં વચનો આપવાની સલાહ આપવામાં આવેલી.
આઘાતજનક છે ગડકરીનો જવાબ. જાકે ગડકરી સાહેબ આટલેથી અટક્્યા નહીં અને તેમણે વધુ એક બામ્બ ફોડી નાખ્યો. તેમણે કહ્યું કે, હવે જ્યારે લોકો અમને અમે આપેલાં વચનો વિશે પૂછે છે ત્યારે અમે હસીને આગળ વધીએ છીએ.
ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક અને મોદી સરકારના મહત્વના પ્રધાનોમાંના એક ગડકરી જ્યારે આવું વિધાન કરે ત્યારે એમ થાય કે શું તેઓ મજાક કરે છે કે જનતાની ભાજપ-નિષ્ઠાની મજાક કરે છે? જા તેઓ મજાક ન કરતા હોય તો શું હવે ભાજપ દ્વારા કરાતાં દરેક નિવેદનની ખરેખર કિંમત શું? ભૂતકાળના-વર્તમાનના અને ભવિષ્યના મોદી અને ભાજપના તમામ વિધાન-વચનની ખરાઇ સામે જ શંકા થાય. હા, ચોક્કસ એવું બની શકે કે આ (રૂ.૧૫ લાખના) વચન માટે જ ગડકરી બોલતા હોય. જા એવું હોય તો સારું…પણ ભાજપ અને મોદીએ ચૂંટણી વખતે કરેલાં તમામ વચનોને આ બાબત લાગુ પડતી હોય તો પછી ભારતીયોનો હવે ભગવાન જ માલિક.
ગડકરી એ વાત ન ભૂલી જાય કે ૨૦૧૪માં જનતાએ ભાજપને નહીં પણ મોદીને વાટ આપ્યો હતો. મોદીને નામ ભાજપનાં પથરાં ચૂંટણીમાં તરી ગયાં હતાં. મોદીએ સત્તારૂઢ થયા પછી એકધારું જનતાની ભલાઇ માટે કામ કર્યું છે એમાં કોઇ શક નથી. કદાચ એવું હોય કે ચૂંટણી જીતવા માટે એકાદું ઠાલું વચન આપી પણ દીધું હોય પરંતુ એનો અર્થ એવો નથી કે બધાં વચનો જ સાવ ખોટાં હોય. આમાં તો માત્ર પક્ષ જ નહીં પણ ખુદ મોદી પણ મુશ્કેલીમાં મુકાઇ જાય એમ છે. ગડકરી જેવા પાક્કા રાજકારણીની લૂલી આટલી હદે લપસી જશે એવી અપેક્ષા કોઇ ન રાખી શકે. સંઘે પણ તેમના સૌથી ચહિતા નેતા ગડકરી પાસે એવી અપેક્ષા નહીં રાખી હોય. તાજેતરમાં ગડકરીએ એમ કહ્યું હતું કે સંઘને પોતે વડા પ્રધાન તરીકે પસંદ નથી. શું ગડકરીને એ વાતનું તો પેટમાં દુખ્યું નહીં હોયને? માત્ર વિકાસની વાત કરનાર અને વાતેવાત કાંગ્રેસ સહિતના વિપક્ષોની જ્ઞાતિના આધાર પર ચૂંટણી લડનાર કહીને ટીકા કરનાર ભાજપના વરિષ્ઠ નેતા ગડકરી આટલેથી અટક્્યા નહોતા. તેમણે વધુમાં દુનિયા આખી જે વાત જાણે છે પણ જાહેરમાં રાજકીય પક્ષો ક્યારેય સ્વીકારતા નથી એ પણ કહી નાખી. તેમણે કહ્યું કે, અમે કાંઇ વ્યક્તિનું ચરિત્ર કે તેની કાબેલિયત જાઇને ચૂંટણી ટિકિટ નથી આપતા, અમે તો એની જ્ઞાતિ જાઇને એને ભાજપની ચૂંટણી ટિકિટ આપીએ છીએ.
દરેક રાજકીય પક્ષ ચૂંટણી ટિકિટ આપવા માટે આ જ માપદંડ રાખે છે એ સર્વવિદિત છે પણ કોઇ એ વિષે જાહેરમાં બોલતું નથી. ખાસ કરીને ભાજપ જેવો પક્ષ જેણે હટકે રાજકારણ કરવાના મુદ્દા પર જ ચૂંટણી લડી અને જીતી એનો વરિષ્ઠ નેતા જ વટાણા વેરી નાખતો હોય તો ભાજપની શું આબરૂ રહી જાય.
એ વાત જુદી છે કે ગડકરીએ આમ કરવા માટે રજૂ કરેલી દલીલ સો ટકા સાચી છે. તેમણે એમ કહ્યું કે, અમે ડાક્ટરો, ઇજનરો સહિતના વ્યાવસાયિકો પાસે જઇએ છીએ અને તેમને ટિકિટ આૅફર કરીએ છીએ પણ તેઓ ચૂંટણી લડવાની ના પાડી દે છે. આવી પરિસ્થિતિમાં અમે શું કરીએ? અમારી પાસે પછી એક જ વિકલ્પ રહે છે.
ગડકરીના બફાટને લીધે ભાજપ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ ગયો છે અને કાંગ્રેસને ફરી એક વાર ભાજપ પર શરસંધાન કરવાની તક મળી ગઇ છે. ઠીક છે ભાજપ અને કાંગ્રેસનું કામ છે એકમેકની સામે રાજકારણ રમવાનું અને તેઓ ભલે એ કર્યા કરે. પ્રશ્ર્ન છે કે ભાજપના વરિષ્ઠ નેતા આવું બોલે ત્યારે કોની વિશ્ર્વસનીયતા દાવ પર લાગે ગડકરીની કે પછી ભાજપની?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




