આજ રોજ લીંબડી નગરપાલિકા દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત સાત દિવસીય પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ ચીફ ઓફિસર ના વરદ હસ્તે કરાયું હતું.
આજે ૫ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અખાય વિશ્વમાં આજના દિવસે પર્યાવરણને બચાવવા માટે જન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે આજે લીંબડી નગરપાલિકા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે BEAT PLASTIC POLLUTION ની થીમ પર જિલ્લા કક્ષાની પર્યાવરણ દિનની ઉજવણીના રૂપે જન જાગૃતિ રેલીનું આયોજન તેમજ લીંબડી શહેર માં રોગચાળો વધે નહી તે માટે દવા નો છંટકાવ કરવામાં આવ્યું હતું.
આ જનજાગૃતિ અર્થે નીકળેલ રેલીનું લીંબડી નગરપાલિકા ના ચીફ ઓફિસરે ત્યાર બાદ જન જાગૃતિની રેલીને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સાંખ્યમાં લીંબડી નગરપાલિકા ના કર્મચારીઓ અને યુવાનો, ભાઈ- બહેનો હજાર રહી સફાઈ અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
રિપોટર્ : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



