ગરુડેશ્વર ના ચિચડિયા ગામે સગા ભાઈને મોતને ઘાટ ઉતારનાર બહેનને￶ સાત વર્ષ ની સજા થતા ચકચાર 

0
62

બકરા વાડા માં ઘૂસી જવા જેવી મામૂલી બાબતે સગી બહેને ભાઈને દાતરડું મારી ઇજા કરતા મોત થયું હતું જે કેસ આજે કોર્ટમાં ચાલતા કોર્ટે સજા ફટકારી 

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના ચિચડીયા ગામે રહેતા મરનાર ભુુલાભાઇ ભયજીભાઈ તડવી (50) ગત તારીખ 16-6-16 ના રોજ સાંજે લઘભગ પાંચ વાગે પોતાના ઘર પાસે ઉભો હતો એ સમયે તેની સગી બહેન રાધાબેન ઉર્ફે સોમીબેન રમણભાઈ તડવી (40) પોતાના બકરા તેના ઘર તરફ લઈ જતી હતી ત્યારે બકરા ભુલાના ઘર ના વાડામાં ઘૂસી જતા બંને ભાઈ બેન વચ્ચે બોલાચાલી અને ઝગડો થતા બાદમાં રાધા એ ઝપાઝપી કરી સગા ભાઈ ને ગુસ્સે ભરાયેલી બેન તેના ઘરમાં ખેંચી લઈ ગઈ અને ઘર માં પડેલા દાતરડા વડે ભાઈ ને એક ઘા મારી ઇજા કર્યા બાદ કોઈ સારવાર પણ ન કરાવેલ અને ઈજાગ્રસ્ત ભાઈ આખી રાત એવીજ હાલતમાં પોતાના ઘર ના ઓટલા પર સુઈ રહ્યો ત્યાર બાદ સવારે 108 દ્વારા તેને ગરુડેશ્વર દવાખાને લઈ જતા ફરજ પર ના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બાબતે કાળુભાઇ તડવી એ ગરુડેશ્વર પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ પી એસ આઈ એસ જે બારીયા અને એ એમ ગઢવી એ કરતા આ કેશ રાજપીપલા ની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જજ જે.પી.ગઢવી.એ ફરિયાદી તરફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની દલીલો અને પુરાવાઓ ને ધ્યાને રાખી આરોપી રાધાબેન ને કોર્ટે કસૂરવાર ઠેરવી સાત વર્ષ ની સખદ કેદ તથા એક હજાર રૂપિયા દંડ ફટકારતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY