વીજ કંપનીમા કર્મચારીઓ ઓછો હોવાના કારણે દૂર દૂર થી આવેલ લોકોને કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડે છે.
સાતમાં પગાર પંચની માંગ સાથે ગ્રામીણ ડાકઘર ની ચાલી રહેલના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભર ઉનાળે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ભરૂચ શહેરના આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વીજ કંપનીના વીજ બિલ ડાકઘર માં ભરતાં હતા પરંતુ હાલમાં ગ્રામીણ ડાકઘર ના કર્મચારીઓની સાતમા પગાર પંચની માંગણીઓ સાથે છેલ્લાં એક અઠવાડિયા થી હડતાલ પર હોઈ ગ્રામ્ય વિસ્તારો ના લોકોને ભર ઉનાળામાં ભરૂચ ની મક્તમપુર વીજ નિગમ રૂરલ કચેરી ખાતે પોતાના વીજ બિલો ભરવા માટે આવવું પડે છે.
જોકે અહીંયા પણ આજુ બાજુના ગામના લોકો પણ પોતાના વીજ બિલ ભરવા આવતા હોવા વીજ કચેરી પર લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હોવાથી કલાકો સુધી લોકોને તડકામાં ઉભા રહીને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે હાલમાં રમઝાન માસ ચાલતો હોઈ મુસ્લિમ બિરાદરોએ રોઝા રાખ્યા હોય તો પણ તેમને બિલો ભરવા લાઈનોમાં ઉભા રહેવાની નોબત આવી છે.
ગ્રામ્ય લોકોનું કહેવું છે કે વીજ કંપની દ્રારા વીજ બિલો લેવા માટે ગામમાં પોતાના કર્મચારીઓની વ્યવસ્થા કરવી જોઈએ જેથી પોતાના બિલો ભરવા આવનાર મજુર વર્ગ કે જે રોજ કમાઈ રોજ ખાતો હોય તેણે બસનું જવા આવવાનું ભાડું કાઢીને આખો દિવસ વ્યર્થ કરી ઘરે જઈને શુ ખાવાનો છે તો વહેલી તકે વીજ કંપની વાળાએ આ અંગે વિચાર વિમર્સ કરી ગ્રામજનોને પડતી હાલાકીનો યોગ્ય ઉકેલ કાઢવાની લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




