સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ…..
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. સ. ઈ. આઇ.કે.શેખ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના ચિરોડા ગામની સીમ વિસ્તારમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. 12,270/- મોબાઈલ નંગ 06 સહિત કુલ રૂ. 32,270/- ના મુદ્દામાલ સાથે 08 આરોપીઓને પકડી પાડી, નાસી જનાર 01 આરોપી સહિત કુલ 09 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે….
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. સ. ઈ. આઇ.કે.શેખ, હે.કો. જયેશભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, દિલીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ચોબારી ગામે જૂની પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) વિજયભાઈ હકાભાઈ સા ટિયા જાતે ભરવાડ ઉવ. 20, (2) સુરેશભાઈ તેજાભાઇ ઓતરાદી જાતે કોળી ઉવ. 22, (3) વિષ્ણુભાઈ તેજાભાઇ ઓતરાદી જાતે કોળી ઉવ. 20, (4) મહેશભાઈ રમેશભાઈ મેશવાળી જાતે બાવાજી ઉવ. 20, (5) દિનેશભાઈ અરજણભાઇ ઓતરાદી જાતે ત.કોળી ઉવ.30, (6) પ્રેમજીભાઈ જીવાભાઈ ઓતરાદી જાતે ત.કોળી ઉવ. 40, (7) અમૃત લાલ ભોળાભાઈ મેસવાનીયા જાતે બાવાજી ઉવ. 35, (8) રવિભાઈ જુગલભાઈ ગોંડલિયા જાતે બાવાજી ઉવ. 20 રહે. તમામ ચીરોડા તા. ચોટીલાને રોકડ રકમ રૂ. 12,270/- તથા મોબાઈલ ફોન નંગ 06 કિંમત રૂ. 20,000/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 32,270/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. જ્યારે આ રેઇડ દરમિયાન આરોપી (9) વિવેકભાઈ મંગલુભાઈ પટગીર નાસી ગયેલ હતા. પકડાયેલ તથા નાસી ગયેલા તમામ 09 આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. વજાભાઈ ભવાન ભાઈએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….._
વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. સ. ઈ. આઇ.કે.શેખ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






