ભરૂચ,
ભરૂચ ભાજપાના આગેવાન શિરિષ બંગાળી અને પ્રજ્ઞેન મિ†ીની હત્યા કરવાના કેસમાં વડોદરાની સેન્ટ્રલ જેલના કેદી એવા આબિદ પટેલ અને તેની પત્ની પાસે જ ખંડણી માંગવાના કેસમાં ભરૂચની સેશન્સ કોર્ટ બે આરોપીના આગોતરા જામીન ના મંજુર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં ભાજપના બે આગેવાનોની હત્યા કરવાના ચકચારી ડબલ મર્ડર કેસમાં એન.આઇ.એ. દ્વારા કંથારીયા ગામના આબિદ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. આબિદ પટેલની પત્ની તબસ્સુમે તેનાજ પતિ સામે ખંડણીની ફરીયાદ ઉઠાવી હતી. આબિદ પટેલે જેલમાંથી છુટકારો મેળવવા માટે મોબાઇલ ફોન દ્વારા તેની પત્ની પાસે જ રૂપિયા પાંચ લાખની ખંડણી માંગતા તબસ્સુમે વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરીયાદ કરી હતી. જેમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
આબિદ પટેલે ભરૂચના કંથારીયા ખાતે સોઇવાડોમાં રહેતા ઇમરાન ઇબ્રાહિમ સોજરા અને મીઠા ફળિયામાં રહેતા યુસુફ ઇસ્માઇલ લંગોટને પણ જેલમાંથી ફોન કરી તેમના દ્વારા પણ ખંડણીની માંગણી કરાવી હતી. જે અંગે પણ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ખંડણીની ફરીયાદ નોંધાતા આરોપીઓએ ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવવા માટેની કવાયત હાથ ધરી હતી. ઇમરાન સોજરા અને યુસુફ લંગોટે ભરૂચની એડી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો અને પુરાવા ધ્યાને લઇ બન્ને આરોપીઓના આગોતરા સેશન્સ કોર્ટે ના મંજૂર કર્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"