૨૦૧૭માં ભારતમાં ૪૦ અબજ ડોલરની એફડીઆઈ આવી

0
39

૨૦૧૬માં ૪૪ અબજ ડોલરની સરખામણીએ એફડીઆઈમાં ઘટાડો
ન્યુ દિલ્હી,તા.૭
ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૬માં ૪૪ અબજ ડોલરની એફડીઆઈની સરખામણીએ ૨૦૧૭માં ૪૦ અબજ ડોલરની એફડીઆઈ દેશમાં આવી શકી છે. સંયુક્ત રાષ્ટ વ્યાપાર અને વિકાસ સંમેલનના વૈશ્વિક રોકાણ બાબતેના ૨૦૧૮ના રિપોર્ટમાં આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ ભારતમાં એફડીઆઈમાં થયેલા ઘટાડાને કારણે દક્ષિણ એસિયામાં એફડીઆઈમાં ચાર ટકાનો ઘટાડો થયો છે અને આ આંકડો ૫૨ અબજ ડોલરનો રહ્યો છે.
ભારતમાં જ્યાં એફડીઆઈમાં ઘટાડો થયો છે. તો દુનિયાના અન્ય વિકાસશીલ દેશોમાં એફડીઆઈનો પ્રવાહ સ્થિર રહ્યો છે. શિન્હુઆના અહેવાલ મુજબ ૨૦૧૭માં વિકાસશીલ દેશોમાં એફડીઆઈનો પ્રવાહ ૬૭૧ અબજ અમેરિકન ડોલર રહ્યો હતો. જા કે આ દેશો માટે ચિંતાની વાત એ છે કે ૨૦૧૬માં ઘટાડાની સરખામણીએ ૨૦૧૭માં ખાસ વધારે સુધારો થયો નથી. ૨૦૧૬માં વિકાસશીલ દેશોમાં એફડીઆઈમાં દશ ટકા અને વિકસિત દેશોમાં આ ઘટાડો ૨૭ ટકા સુધી પહોંચી ગયો હતો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY