સરકારી બંગલા અને પગાર-ભથ્થાં પર શરદ યાદવને ૧૨ જુલાઈ સુધીની રાહત

0
10

સુપ્રિમે મામલો દિલ્હી હાઈકોર્ટમાં મોકલી સુનાવણી કરવાનો આદેશ આપ્યો
લોંસ એન્જેલસ,તા.૭
રાજ્યસભામાંથી અયોગ્ય ઠેરવાયેલા શરદ યાદવને સરકારી બંગલાનો લાભ મળે કે નહીં. તે મામલા પર સુપ્રીમ કોરમટાં સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં મોકલીને તેને સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે દિલ્હી હાઈકોર્ટના ચુકાદામાં થોડો સુધારો કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે શરદ યાદવ સેલરી, ભથ્થા અને અન્ય સુવિધાઓ જેવી કે હવાઈ અને રેલવે ટિકિટ લઈ શકશે નહીં.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં શરદ યાદવને ૧૨ જુલાઈ સુધીની રાહત પ્રદાન કરી છે. મહત્વપૂર્ણ છે કે જેડીયુના ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ યાદવને દિલ્હી હાઈકોર્ટે પોતાના વચગાળાના ચુકાદામાં સરકારી બંગલામાં રહેવાની છૂટ આપી છે. હાઈકોર્ટના આ ચુકાદાને જેડીયુના ચીફ વ્હિપ રામચંદ્રપ્રસાદે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે ૧૮મી મેના રાજા શરદ યાદવને આ મમામલે નોટિસ પણ મોકલી હતી.
શરદ યાદવના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યુ હતું કે તેમની સદસ્યતા રદ્દ થતા પહેલા તેમને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો નથી. શરદ યાદવની આ દલીલનો વિરોધ કરતા જેડીયુ નેતા રામચંદ્ર પ્રસાદે કહ્યુ છે કે પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષે પક્ષપલટાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. શરદ યાદવ અને અલી અનવરને ૪ ડિસેમ્બર-૨૦૧૭ના રોજ રાજ્યસભાની સદસ્યતાથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આરજેડી સાથેનું ગઠબંધન તોડીને ભાજપ સાથે જાડાણ સરકાર બનાવી હોવાથી શરદ યાદવ નારાજ હતા. આ નિર્ણયનો વિરોધ કરીને શરદ યાદવ વિપક્ષી દળો સાથે ચાલ્યા ગયા હતા. બાદમાં જેડીયુના રાજ્યસભાના સભાપતિએ માગણી કરી હતી કે શરદ યાદવ અને અલી અનવરે ખુદ પાર્ટી છોડી છે. માટે તેમની રાજ્યસભાની સદસ્યતાને સમાપ્ત કરવામાં આવે. બાદમાં આ બંને નેતાઓની રાજ્યસભા સદસ્યતાને અયોગ્ય ઠેરવી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY