કાનપુરની હોસ્પિટલમાં બેદરકારી : એ.સી. બંધ થતાં ૫નાં મોત

0
16

કાનપુર,તા.૮
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજ (જીએસવીએમ) સાથે સંકળાયેલી એલએલઆર હોસ્પિટલમાં મેડિસિન આઈસીયૂના એસી પ્લાંટમાં ખરાબી સર્જાઈ હતી. એસી પ્લાંટ બંધ થઈ ગયા બાદ આઈસીયૂમાં ૫ દર્દીઓના મોત નિપજ્યાં હતાં.
સ્થિતિ એ હદે વકરી છે કે આવી આકરી ગરમીમાં આઈસીયૂમાં રહેલા દર્દીઓને તેમના સગાઓ હાથે પંખા હલાવીને હવા નાખી રહ્યાં છે. આઈસીયૂમાં ભરતી કરવામાં આવેલા દર્દીઓ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.
બુધવારે બપોરે ખરાબ થયેલા એસી ગુરૂવારે બપોર સુધીમાં તો એકદમ ઠપ્પ થઈ ગયાં. રાત્રે આવેલા કારીગરોએ એસીને મોટર લગાવી સરખા કર્યા પરંતુ થોડી જ વારમાં મોટર બળી ગઈ હતીએ. હાલ જનરેટરથી કામ ચલાવવામાં આવી રહ્યુ છે જે પુરતું નથી. આ મામલે ડાયરેક્ટરે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.
જીએસવીએમના પ્રિંસિપલે જોકે ચાર દર્દીઓના મોત નિપજ્યા હોવાની વાતનો સ્વિકાર કર્યો છે. તેમનું કહેવું છે કે, એસી ઠપ થઈ જવાથી કાર્ડિએક અરેસ્ટ અને અન્ય બે દર્દીઓના મોત થયા છે. પરંતુ ટૂંક સમયમાં જ એસી પ્લાંટનું રીપેરિંગ કરી દેવામાં આવશે.
ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજ પ્રિંસિપલે કહ્યુ હતું કે, ગંભીર બિમાદ દર્દીઓના મોત નિપજ્યાં છે. વેંટિલેટર સહિત તમામ મસીન કામ કરી અહી છે. તેમણે એક પણ મસીન બંધ થઈ જ ના હોવાનો દાવો કર્યો છે. જ્યારે હોસ્પિટલના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ અગાઉ પણ આવી ફરિયાદો આવી ચુકી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY