અછતની સ્થિતિની પુનઃ સમીક્ષા કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા માગણી

0
29

સુરત, તા. ૧૫
ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગણી સંદર્ભે આજે જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલની અછતની પરિસ્થિતિની પૂર્ણ ગંભીરતાથી સમીક્ષા કરી હજુ પણ જયાં પુરતા પ્રમાણમાં વરસાદ પડેલ નથી ત્યાં અછત-અર્ધ અછતïગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા અને ઘાસચારો- પીવાના પાણી શકય હોય ત્યાં પાકને બચાવવા પાણી જેવા તત્કાલ રાહતના પગલા ભરવા અમારી માંગણી છે અને પાકવીમાં યોજનાને મરજિયાત કરીને હાલ તત્કાલ અન્યાય દૂર કરીને જ્યાં પાક નિષ્ફળ ગયેલ છે ત્યાં નુકસાનીનું સર્વે કરાવીને યોજનાની ખામીઅો દૂર કરવી તથા કૃષિક્ષેત્ર પરનો લગાડેલ તમામ વસ્તુઅો પરતો જીએસટી તત્કાલ પાછી ખેîચવો અને ખરીફ સીઝનમાં પાકના પાણીત્રક તુરંત અોનલાઈન કરાવવા તેમજ તમામ ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટે તત્કાલ રજિસ્ટ્રેશન ચાલુ કરાવીને ખરીદ કેન્દ્ર ખોલવાની તજવીજ કરવાની માગણી સાથે તમામ ઉત્પાદિત થયેલ પાકોને ટેકાના ભાવ મળે તેના પરિણામદાયી ભાવાંતર યોજાનાનો અમલ કરવો અને ટેકાના ભાવથી નીચેથી ખરીફને રાજ્યમાં ગુનો ગણવામાં આવે તેવો કાયદો બનાવવા સહિતના વિવિધ મુદ્દાઅોનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY