કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરાય તેવી શક્યતા

0
39

આ પ્રસ્તાવમાં લઘુતમ પગાર રૂ. ૧૮,૦૦૦થી વધારીને રૂ. ૨૧,૦૦૦૦ કરવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૮
સામાન્ય ચૂંટણી પૂર્વે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક રાહત પેકેજની જાહેરાત કરનાર છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓને સુધારેલા પગારના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવમાં કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર રૂ. ૧૮,૦૦૦થી વધારીને રૂ. ૨૧,૦૦૦૦ કરવામાં આવશે. જોકે કેન્દ્રીય કર્મચારીઓના યુનિયનોની માગણી છે કે તેમનો લઘુતમ પગાર રૂ. ૨૬,૦૦૦ કરવામાં આવે.
આ મામલામાં અખિલ ભારતીય સ્વાસ્થ્ય કર્મી સંઘના સંયોજક રામકૃષ્ણએ જણાવ્યું હતું કે જ્યારથી સાતમું પગારપંચ લાગુ પડ્યું છે ત્યારથી તમામ કર્મચારી યુનિયનો તેમાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે. દબાણ વધ્યા બાદ સરકારે કમિટી પણ બનાવી છે, પરંતુ ત્યાર બાદ અત્યાર સુધી માત્ર રાહત આપવાની વાતો થઈ છે. કોઈ નક્કર કાર્યવાહી આ બાબતમાં કરવામાં આવી નથી.
કેન્દ્રીય કર્મચારીઓને ગ્રેજ્યુઈટી મામલામાં સાતમાં પગારપંચનો લાભ મળ્યો નથી. કેન્દ્ર સરકારે તેમની આ અરજીને ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારે એક આદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે ગ્રેજ્યુઈટીની મર્યાદા રૂ. ૧૦ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરવાનો નિર્ણય જે દિવસથી લાગુ પડ્યો છે, એ જ દિવસથી કર્મચારીઓને મળશે. જ્યારે કર્મચારીઓની માગણી હતી કે આ જોગવાઈ સાતમા પગારપંચના ભાગરૂપ હતી અને તેથી તેનો લાભ ૧ જાન્યુઆરી ૨૦૧૬થી મળવો જાઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ ૧ જાન્યુઆરી ૨૦૧૬થી જ મળ્યો છે, પરંતુ ગ્રેજ્યુઈટી સાથે સંકળાયેલું બિલ આ વર્ષે સંસદમાં માર્ચના આખરી સપ્તાહમાં પાસ થયું હતું. આનો અર્થ એ થયો કે ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લઈને ૨૮ માર્ચ ૨૦૧૮ સુધી નિવૃત્ત કર્મચારીઓને જુના દરે જ ગ્રેજ્યુઈટી મળી હતી. સમિતિના રિપોર્ટ બાદ સરકારે જણાવ્યું હતું કે તેનો લાભ હવે જુની તારીખથી આપવામાં આવશે નહીં.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY