લખનૌ,તા.૮
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ શશીપ્રકાશ ગોયલ પર લાંચનો આરોપ લગાવનારા અભિષેક ગુપ્તાની પોલીસે અટક કરી છે. અભિષેક ગુપ્તાની પૂછપરછ થઈ રહી છે. આ મામલામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ રાજી કુમારને અભિષેક ગુપ્તાના હરદોઈ કાતેના પેટ્રોલ પંપની સ્થાપના સંબંધિત મામલાના તથ્યાત્મક તપાસ રિપોર્ટને સોંપવાના નિર્દેશ આપ્યા છે.
યુપીના રાજ્યપાલ રામનાઈકે પણ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને આ મામલાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. અભિષેક ગુપ્તાની અટક કરાયા બાદ ઈન્દિરાનગરના વતની તેની બહેન અલ્પના મેહરોત્રા અને તેના નાના ઓ. પી. ગુપ્તા મુખ્યપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા છે. બંનેનું કહેવું છે કે તેઓ મુખ્યપ્રધાનની સાથે મુલાકાત કરીને તેમની સમક્ષ મામલાની તટસ્થ તપાસની માગણી કરશે.
મહત્વપૂર્ણ છે કે લખનૌના વતની અભિષેક ગુપ્તાએ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ એસ. પી. ગોયલ પર પચ્ચીસ લાખ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં ગુરુવારે રાત્રે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો મામલો દાખલ કરાવવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના વિશેષ સચિવ સુભ્રાંત શુક્લાએ ૨૮મી મેના રોજ ભાજપના પ્રદેશ મુખ્યમથકને સૂચિત કર્યું હતું કે ઈન્દિરા નગર નિવાસી અભિષેક ગુપ્તા ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી અને અન્ય પદાધિકારીઓનું નામ લઈને અયોગ્ય કામગીરી કરાવવાને લઈને દબાણ બનાવી રહ્યો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






