ગુજરાતમાં ભાજપના રાજમાં પ્રજાહિતના કામો થતા જ નથી

0
17

ભાજપના ત્રણ ધારાસભ્યોનો ખુલ્લેઆમ આક્ષેપ

કામ માટે મુખ્યમંત્રીની ઓફિસમાં લાઇનમાં ઉભા રહેવું પડે છે

ગુજરાતમાં ભાજપનાં રાજમાં પ્રજાના કામો થતાં નથી, ગાંધીનગરમાં મંત્રીઓ મંગળવારે મળતા નથી, અધિકારીઓ અને વહીવટી તંત્ર પર કોઇની પકડ નથી એવા ગંભીર પ્રકારના આક્ષેપો સાથે વડોદરા શહેર જિલ્લાનાં ભાજપના ત્રણ સિનિયર ધારાસભ્યોએ ખુલ્લો બળવો કર્યો છે.

વધુમાં આ પ્રશ્ને આગામી દિવસોમાં બીજા વધારે ધારાસભ્યોને પણ ભેગા કરવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

ગુજરાત વિધાન સભાની ગત ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લો તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લોકોએ ખોબા ભરી ભરીને મત આપ્યા અને ભાજપ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડયા હતા.

તેમ છતાં મંત્રીમંડળની રચના સમયે  મધ્ય-દક્ષિણ ગુજરાતની બાદબાકી કરી દેવામાં આવી અને સૌરાષ્ટ્રમાં ભાજપનાં ઉમેદવારો હાર્યા છતાં તેઓે મંત્રી મંડલમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

જેથી છેલ્લા કેટલાક સમયથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોમાં છૂપો રોષ વ્યાપ્યો હતો. આ રોષ ડામવા માત્ર સ્પિકરનું પદ વડોદરાના ધારાસભ્યને અપાયું હતું.

ગાંધીનગરમાં દર મંગળવારે મંત્રીઓ ખાસ કરીને ધારાસભ્યોને તેમજ અન્ય પ્રજાજનોને મળશે તેવો નિયમ બનાવ્યો હતો. પરંતુ મંગળવારે મંત્રીઓ પ્રજાને કે ધારાસબ્યોને મળવાને બદલે તેઓ અધિકારીઓ સાથે મીટિંગો કરતા હોય છે.

જેથી દુરથી પ્રજાના પ્રશ્નો લઈનો આવતાં ધારાસભ્યોના મંત્રીઓ મળતા જ નથી. અને કોઈ રજૂઆત કરે તો તમારો પ્રશ્ન જે તે વિભાગના સેક્રેટરીને મોકલી આપ્યાનો જવાબ આપી સંતોષ માને છે. વાસ્તવમાં તે પછીય કામો તો થતા જ નથી.

ગાંધીનગરમાં મંત્રીઓની વહીવટીતંત્ર પર કોઈ પકડ રહી નથી. એટલું જ નહી ગુજરાતમાં અધિકારીઓનું રાજ થઈ ગયુ છે.

આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ, વાઘોડિયાના મધુભાઈ શ્રીવાસ્તવ અને સાવલીના કેતન ઈનામદારે પક્ષની કહેવાતી શિસ્તની ઐસીતૈસી કરી આ પ્રજા વિરોધી સિસ્ટમમાં આમૂલ પરિવર્તન કરવાના અભિયાનના ભાગરૃપે આજે સાંજે વડોદરાના સરકીટ હાઉસમાં ચર્ચા વિચારણા માટે મળ્યા હતા.

ત્રણે ધારાસભ્યોએ આ બેઠકમાં રાજય સરકારના મંત્રીઓની પ્રજાકીય કામો પ્રત્યે બેપરવાહી અને અધિકારી રાજ અંગે બળાપો કાઢ્યો હતો. અને સિસ્ટમમાં કઈ રીતે સુધારા થાય તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ ધારાસભ્યોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આજે તો માત્ર અમે ત્રણ બેગા થયા છે. પરંતુ હવે આગામી દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાજપના અન્ય ધારાસભ્યોનો સંપર્ક કરીને ભાજપ સરકારમાં પ્રજાના કાર્યો થાય તે રીતે મંત્રીઓ અને અધિકારીઓ પર દબાણ લાવી અધિકારી રાજ ખતમ કરવાના  એકશન પ્લાન અંગે પણ ચર્ચા વિચારણા કરીશુ.

મધ્ય-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો દિલ્હી દરબારમાં રજુઆત કરવા જશે

વડોદરા શહેર જિલ્લાના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય સરકારના  નિષ્ફળ વહિવટ વિરૃધ્ધમાં બળવો કર્યો છે. જેનો મામલો ટુંક સમયમાં દિલ્હી દરબારમાં પહોંચશે તેમ જાણવા મળે છે.

ભાજપ સરકારે પુનઃ સત્તા હાંસલ કર્યા બાદ તુરત સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ બળવો કર્યો અને તેઓનો સમાવેશ મંત્રીમંડળમાં કરવો પડયો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી વધુ બેઠકો મળી હોવા છતાં આ વિસ્તારના ધારાસભ્યને અન્યાય કરતો હવે વડોદરા શહેર જિલ્લાના ત્રણ ધારાસભ્ય પાર્ટી વિરૃધ્ધ નહીં પરંતુ ગુજરાત સરકારના અધિકારી રાજ વિરૃધ્ધ બળવો પોકાર્યો છે. દિલ્હી  ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રધાનમંત્રી સમક્ષ રજુઆત કરવા જશે તેમ જાણવા મળે છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY